Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

નવી શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતને નવી દિશા પ્રદાન કરશે : કામ હજુ શરૂ થયું છે

છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ માટેનો માર્ગ મોકળો

નવી દિલ્હી તા. ૧૧ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ ‘School Education in 21st Century’ પર એક સંમેલનને સંબોધિત કર્યું. તેમણે આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે કહ્યું કે આ નીતિ નવા ભારતની, નવી આશાઓની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમ છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ પાછળ છેલ્લા ચાર પાંચ વર્ષની આકરી મહેનત છે. દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેના પર દિવસ રાત કામ કર્યું છે. પરંતુ હજુ આ કામ પૂરું થયું નથી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘School Education in 21st Century’ કોન્કલેવમાં નવી શિક્ષણ નીતિ વિશે કહ્યું કે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાની અંદર નવી શિક્ષણ નીતિ વિશે ૧૫ લાખ સલાહ મળી છે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. તેમના તણાવને ઓછો કરવા માટે અને Exploratory શિક્ષણને પ્રોત્સાહન અપાયું છે.

વધુમાં ઉમેર્યું કે, છેલ્લા ત્રણ દાયકામાં દુનિયાનું દરેક ક્ષેત્ર બદલાઈ ગયું, દરેક વ્યવસ્થા બદલાઈ ગઈ. આ ત્રણ દાયકામાં આપણા જીવનનો કદાચ જ કોઈ પક્ષ હોય જે પહેલા જેવો હશે. જે માર્ગ પર ચાલીને સમાજ ભવિષ્ય તરફ આગળ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે હજુ પણ જૂની પૂરાણા માર્ગે ચાલી રહી હતી, હવે તો કામની અસલ શરૂઆત થઈ છે.

હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એટલી જ પ્રભાવી રીતે લાગુ કરવાની છે અને આ કામ આપણે બધાએ મળીને કરવાનું છે.

મને ખુશી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાના આ અભિયાનમાં આપણા પ્રિન્સિપાલ્સ અને શિક્ષણ સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા દેશભરના શિક્ષકો પાસેથી MyGov પર તેમના સૂચનો માંગ્યા હતાં, એક અઠવાડિયાની અંદર જ ૧૫ લાખથી વધુ સૂચનો મળ્યાં. આ સૂચનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધુ પ્રભાવી રીતે લાગુ કરવામાં મદદ કરશે.

વધુમાં જણાવ્યું કે, બાળકોમાં Mathematical Thinking અને Scientific Temperament વિકસે તે ખુબ જરૂરી છે. Mathematical Thinking નો અર્થ માત્ર એ નથી કે બાળકો Mathematicsના પ્રોબ્લમ જ સોલ્વ કરે, પરંતુ આ એક વિચારવાની રીત છે.  રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત બાદ લોકોના મનમાં અનેક સવાલ થાય છે. અને તે સ્વાભાવિક પણ છે.  આજે આપણે બધા એક એવી ક્ષણનો હિસ્સો બની રહ્યા છીએ જે દેશના ભવિષ્યના નિર્માણનો પાયો નાખી રહી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતને નવી દિશા આપનારી છે. કેટલાય પ્રોફેશન છે જેમના માટે Deep Skillsની જરૂર હોય છે. પરંતુ આપણે તેને મહત્વ આપતા નથી.  NEP ને એ પ્રકારે તૈયાર કરાઈ છે જેથી કરીને સિલેબસને ઓછો કરી શકાય અને ફન્ડામેન્ટલ ચીજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય.  આપણે આપણા વિદ્યાર્થીઓને ૨૧મી સદીની ક્ષમતાઓ સાથે આગળ વધારવાના છે.

(3:59 pm IST)