Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતની પીછેહઠ

ગયા વર્ષે ૭૯માં ક્રમે હતું હવે ર૬ નંબર પાછળ ધકેલાઇને ૧૦પ માં ક્રમે

નવી દિલ્હી તા. ૧૧ :.. દેશોમાં કોરોનાના વાતાવરણમાં આર્થિક સ્વતંત્રતા અંગે કેનેડાની એક સંસ્થા દ્વારા પ્રકાશિત કરાતા વાર્ષિક તુલનાત્મક રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેકા (વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા સૂચકાંક) ર૦ર૦ માં ભારત ર૬ સ્થાન નીચે ગબડીને ૧૦પ માં સ્થાને પહોંચ્યું છે.

ગયા વર્ષે ભારત ૭૯ માં સ્થાન પર હતું. આ યાદીમાં હોંગકોંગ અને સિંગાપુર પહેલા અને બીજા સ્થાને અને ચીન ૧ર૪ માં સ્થાને છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં સરકારના કદ, ન્યાય પ્રણાલી અને સંપતિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, નાણા, શ્રમ અને ધંધાના વિનીયમ જેવી કસોટીઓ પર ભારતની સ્થિતી બગડી છે.

દસ માર્કના માપદંડ ઉપર સરકારના કદ બાબતે ભારતને એક વર્ષ પહેલા ૮.રર ની સરખામણીમાં ૭.૧૬ માર્ક, કાયદા પ્રણાલી બાબતે પ.૧૭ ની જગ્યાએ પ.૦૬, આંતર રાષ્ટ્રીય વેપારની સ્વતંત્રતા બાબતે ૬.૦૮ ની જગ્યાએ પ.૭૧ અને નાણાં, શ્રમ તથા ધંધા વિનીમય બાબતે ૬.૬૩ ની જગ્યાએ ૬.પ૩ માર્ક મળ્યા છે.

આ રીપોર્ટ અનુસાર પ્રથમ દસ દેશોમાં ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, મોરેશ્યસ, જયોજીર્યા, કેનેડા અને આયર્લેન્ડ સામેલ છે. જાપાનને યાદીમાં ર૦મું જર્મનીને ર૧મું, ઇટલીને પ૧ મું, ફ્રાંસને પ૮મું, રશિયાને ૮૯મું અને બ્રાઝીલને ૧૦પનું સ્થાન મળ્યું છે.

(11:14 am IST)