Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

બુલીયન માર્કેટમાં મંદીઃ સોનામાં વધુ ૩૦૦-ચાંદીમાં ૭૦૦ રૂ.તૂટયા

સોનુ (૧૦ ગ્રામ) હાજરમાં ઘટીને ૩૭૪૦૦ અને બીલમાં ઘટીને ૩૯૩૦૦ રૂ. થયાઃ ચાંદીના ભાવ ઘટીને ૪પ૭૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૧૧: બુલીયન માર્કેટમાં મંદીનો દોર જારી રહયો છે. આજે સોનામાં વધુ ૩૦૦ અને ચાંદીમાં ૭૦૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૩૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) હાજરના ભાવ ૩૭૭૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૩૭૪૦૦ રૂ. થયા હતા. તેમજ બીલમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ ૩૯૬૦૦ રૂ. હતા તે ઘટીને ૩૯૩૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)એ  ૩૦૦૦ રૂ.નો કડાકો થયો હતો.  સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૭૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૪પ૭૦૦ હતા તે ઘટીને આજે બપોરે ૪પ૦૦૦ રૂ. થઇ ગયા હતા.

(3:23 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • પોરબંદરમાં સાંજે એક કલાકમાં દોઢ ઇંચ : પોરબંદરઃ સાંજે ૬-૩૦ બાદ ધોધમાર વરસાદ એક કલાકમાં એક થી દોઢ ઇંચ પડી ગયેલ છે નીચાણવાળા વિસ્તાર તથા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. access_time 8:03 pm IST

  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST