Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમેરિકાએ પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનના નેતાને જાહેર કર્યો આતંકી

આત્મઘાતી હુમલા અને બોમ્બ વિસફોટોમાં થયાલે નિર્દોષ લોકોની હત્યામાં સામેલ રહ્યું છે

વોશિંગટન, તા.૧૧: અમેરિકાએ મંગળવારે પાકિસ્તાની આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના નેતાને આતંકી જાહેર કર્યો છે. તહરીક-એ-તાલિબાન (TTP)ના પાકિસ્તાન તાલિબાન પણ કહેવામાં આવે છે. આ કોઇ આત્મઘાતી હુમલા અને બોમ્બ વિસફોટોમાં થયાલે નિર્દોષ લોકોની હત્યામાં સામેલ રહ્યું છે. આ પહેલા તહરીક-એ-તાલિબાનને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એસડીજીડી એટલે કે, સ્પેશ્યલી ડેઝીગ્નેટિડ ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કર્યા હતા.

જુન ૨૦૧૮માં તહરીક-એ-તાલિબાનની કામાન નૂર વલી ઉર્ફે મુફતી નૂર વલી મેહસુદને સાંપવામાં આવી હતી. ટીટીપીના ટોચના મુલ્લા ફઝિઉલ્લાહના માર્યા ગયા બાદ નૂર વલીને આતંકી સંગઠનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જણાવ્યા અનુસાર, નૂર વલી ના નેતૃત્વમાં ટીટીપીએ પાકિસ્તાનમાં ઘણા આતંકી હુમલાની જવાબદારી લીધી છે.

(11:36 am IST)