Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઉતરપ્રદેશમાં જેવર વિમાન મથકના નિર્માણ માટે મફત જમીન આપશે ઉતરપ્રદેશ સરકાર

         ઉતરપ્રદેશ સરકારએ ગૌતમ બુદ્ધ નગરમાં બનનાર જેવર વિમાન મથક માટે નાગરિક ઉડ્ડયન વિભાગને જમીન મફત આપવાનો નિર્ણય કર્યો છે.

         લગભગ પ૦૦૦ હેકટર વિસ્તારમાં બનનાર જેવર વિમાન મથક ના નિર્માણ માટે રૂ. ૧પ૭પ૪ કરોડનો ખર્ચ થવાનુ અનુમાન છે. આનુ સંચાલન થવા પર આમા ૮ રન-વે કામ કરશે જે  દેશમાં સૌથી વધારે છે.

(12:00 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST