Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મોરેશિયસના સમુદ્રમાં જહાજમાંથી ઓઈલ લિક

૪૦૦૦ ટન ઓઈલ સમુદ્રના કિનારે આવ્યું

મેલબોર્ન : મોરેશિયસના દરિયા કિનારે બ્લૂ બે મરિન પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી ફસાયેલા જાપાની જહાજમાંથી ક્રૂડ ઓઈલ લીક થતાં ચિંતા વ્યાપી છે. હવે આ ઓઈલ સમુદ્ર કિનારા સુધી ફેલાવા લાગ્યું છે. હિન્દ મહાસાગરમાં ફસાયેલા આ ટેક્નરમાં આશરે ચાર હજાર ટન ઓઈલ ભરેલું છે જેમાંથી અત્યાર સુધી એક હજાર ટન ઓઈલ લીક થઈ ચૂક્યું છે. એમ.વી.વાકાશિઓ નામનું આ જહાજ ૨૫ જુલાઈથી દરિયામાં ફસાયેલું છે અને ધીમે ધીમે ડૂબી રહ્યું છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઓઈલ લીક થવાની ઘટનાને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઝડપી પવન અને ખરાબ હવામાનને લીધે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જહાજના નીચલા ભાગમાં પણ તિરાડો પડી રહી છે. તે સંપૂર્ણપણે ભાંગી પડી શકે છે.

(9:29 pm IST)