Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભાજપ સાંસદ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ ફરી એકવાર સુશાંતસિંહ કેસને લઇને મોટા આરોપ લગાવ્‍યા

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો કેસ ઝડપથી આગળ વધી રહ્યો છે. કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીબીઆઈના હાથમાં આવતા કેસે એક નવો વળાંક લઈ લીધો છે. હવે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે. તો સુશાંત સિંહ મામલા પર લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી કેસને લઈને મોટો આરોપ લગાવ્યો છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વખતે સીબીઆઈ પાસે કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવાને લઈને સોશિયલ મીડિયા પર માગ કરી છે. મહત્વનું છે કે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ડો. આરસી કૂપર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કર્યો છે. સ્વામીએ ટ્વીટર કર કહ્યું, 'સીબીઆઈએ ડો. આર.સી. કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલના તે પાંચ ડોક્ટરોની આકરી પૂછપરછ કરવી જોઈએ, જેણે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને હોસ્પિટલ લઈ જવાના એમ્બ્યુલન્સ કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટીથી વળી ગયેલો હતો (જેમ કે ભાંગી ગયો હોય) મામલાનો ઉકેલ આવશે નહીં.'

મહત્વનું છે કે સુશાંતનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કૂપર હોસ્પિટલના 5 ડોક્ટરોની ટીમે તૈયાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર તેનું મોત ફાંસી લગાવવાથી શ્વાસ રુંધાતા થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેતાના મોતને સ્પષ્ટ રીતે આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના પોતાના મુંબઈ વાળા ફ્લેટમાં ફાંસી લગાવીને સ્યુસાઇડ કરી લીધું હતું. મુંબઈ પોલીસ પ્રમાણે સુશાંત નવેમ્બર 2019થી ડિપ્રેશનમાં હતો અને મુંબઈમાં એક ડોક્ટર પાસે તેની સારવાર ચાલી રહી હતી. તો કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સહિત અન્ય લોકોની પૂછપરછ ચાલી રહી છે.

(4:49 pm IST)