Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોના ટેસ્ટ મામલે ઇરાન, સાઉદી અરબ પણ ભારતથી આગળઃ દસ લાખમાં માત્ર ૧૭,૭૯પની તપાસ

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોના ટેસ્ટીંગની રફતારમાં વધારો થયો છે. પરંતુ વૈશ્વીક સ્તરે નવી દિલ્હી ટેસ્ટીંગના મામલે પાછળ રહી ગયું છે. વિશ્વમાં કોરોના પ્રત્યાઘાત ટોપ ર૦ દેશોમાં ટેસ્ટીંગની સંખ્યા મામલે ફકત પાકિસ્તાન, મેકસીકો અને બાંગ્લાદેશ ભારતથી પાછળ છે. હાલના આંકડાના જણાવ્યા મુજબ ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના ટેસ્ટીંગનો દર ૧૭,૭૯પ છે.

અમેરીકાએ પ્રતિ દસ લાખની વસ્તીમાં ર.૭ લોકોનું ટેસ્ટીંગ કર્યુ છે. એવી જ રીતે અમેરીકા અને રશીયાએ પ્રત્યેક પાંચમાંથી એક નાગરીકની કોરોના ટેસ્ટીંગ કરી લીધી છે. અમેરીકામાં પ્રતિ દસ લાખની વસ્તીમાં ૧,૯૯,૮૦૩ લોકોના ટેસ્ટીંગ થઇ ચુકયા છે અને રશીયામાં તે આંકડા ર,૧૧,૦૪૩ છે. કોરોના ટેસ્ટીંગ મામલે ઇરાન, સાઉદી આરબ, કોલંબીયા અને તુર્કી પણ ભારતથી કયાંય આગળ છે.

ટેસ્ટીંગના મામલે કોરોના પ્રત્યાઘાત વીસ દેશોનુ઼ સંયુકત અંદાજે ૬ર હજારથી વધુ છે. જે ભારતીય દરથી સાડા ત્રણ ગણુ વધુ છે. ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં કોરોના સંક્રમીતોની દર ૧૬૦૦ની નજીક છે.

(3:45 pm IST)