Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

લોકોના મોઢા સુધી પહોંચતા પહેલા જ લાખો ટન અનાજ બગડી ગયુ : સરકારની બેદરકારી કારણરૂપ

આવુ ન થાય તે માટે વાતાનુકુલિત ગોડાઉનની સંખ્યા વધારવા અને યોગ્ય સમયે ખરીદી કરવા ખેડુતોની સલાહ

ચેન્નઇ તા. ૧૧ : કેન્દ્ર સરકારની 'એક રાષ્ટ્ર એક બજાર' ની નીતિને કાર્યાન્વિત કર્યા પહેલ દેશની ખુટતી કળીઓને મજબુત કરવાની જરૂર છે.

કોવિડ-૧૯ ના સમયગાળામાં આ યોજના પ્રભાવિત કરી દેવાતા લાખો ટન અનાજ અને શાકભાજી બગડી ગયા છે. એકલા તામિલનાડુમાં જ પ લાખ કોથળા અનાજ ફેંકી દેવુ પડયુ.

ખેડુતોની વાત માનીએ તો સરકારે સમયસર ખરીદી ન કરવાની ભૂલ કરી. અનાજ ખુલ્લામાં પડી રહ્યુ અને વરસાદ પડવાથી બગડી ગયુ. મધ્યપ્રદેશના કેટલાય જિલ્લામાં જુનના પ્રથમ સપ્તાહમાં થયેલ વરસાદના કારણે હજારો કિવન્ટલ અનાજ બગડી ગયુ.

આવુ ન થાય તે માટે વાતાનુકુલીત ગોડાઉનોની સંખ્યા વધારવી જોઇએ. ઉપજના પરિવહનમાં અંતરાયરૂપ બનતી સમસ્યાઓ ઉકેલી નાખવી જોઇએ. પાક ફેઇલ જાય તો વળતર અને ખેડુતોનું દેવુ માફ કરી દેવાની યોજના સાકાર કરવી જોઇએ. તેવી લાગણી ખેડુતોની છે.

ક્રેડીટ સુઇસના રીપોર્ટ પ્રમાણે કોરોના કાળમાં ખેતડુોના ફળ અને શાકભાજીના ભાવ ગગડી જવાથી ૨૦ હજાર કરોડ રૂપિયાની નુકશાની થઇ છે. તામીલમાં તો એવો તાસીરો જોવા મળ્યો કે સરકારે ર રૂપિયે કીલો ભીંડો ખરીદયો અને બજારમાં તેના ભાવ રૂ.૨૦ ચાલી રહ્યા હતા.

(3:30 pm IST)