Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કેન્દ્રનો મોટો નિર્ણયઃ ૧૫ મીથી જમ્મુ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સેવા બહાલ થશે

નવી દિલ્હી,તા.૧૧ : જમ્મુ અને કાશ્મીરમા 4G ઈન્ટરનેટ સેવા બહાલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકારે જાણકારી આપી કે ૧૫ ઓગસ્ટથી જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ સેવા બહાલ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરના કેટલાક પસંદગીના વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ સર્વિસ બહાલ કરવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ડિવિઝનના એક એક જિલ્લામાં ટ્રાયલ તરીકે 4G ઈન્ટરનેટ સર્વિસ બહાલ થશે. ત્યારબાદ આગામી ૨ મહિનામાં તેની સમીક્ષા કરવામાં આવશે.

જો કે સરહદી વિસ્તારોમાં LoC પાસે હાલ 4G ઈન્ટરનેટ સેવા બહાલ થશે નહીં. આતંકી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

(3:28 pm IST)