Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોના બાદ હૃદય સંબંધી બીમારીઓ ઉભી થવાનો ખતરો

જર્મનીના શોધકર્તાઓએ માસપેશીઓમાં સોજો હોવાનું જાણ્યુ

નવી દિલ્હી,તા. ૧૦: કોરોના વાયરસ અંગે કારણો અને પ્રભાવ અંગે દુનિયાભરમાં સંશોધન થઇ રહ્યા છે. દરમિયાન એક શોધમાં કોરોનાથી સાજા થઇ ચૂકેલ લોકોના હૃદયની માંસપેશીઓમાં સોજા હોવાનું માલુમ પડ્યું છે.

જર્મનમાં થયેલ શોધમાં જણાવાયું છે કે, લોકોએ કોરોના સંક્રમણનો સામનો કર્યો છે. તેના સાજા થયા બાદ એક મહિના પછી હૃદયને લગતી મુશ્કેલીઓથી ઝઝુમવું પડ્યું છે. આ શોધને ઝામા કાર્ડીયોલોજીમાં પ્રકાશીત કરવામાં આવી છે.

શોધકર્તાઓએ કોરોનાથી સાજા થયેલ ૪૫થી ૫૩ વર્ષના ૧ હજાર લોકોનું અધ્યયન કરેલ. શોધ દરમિયાન જાણવા મળ્યુ કે, ૩૩ ટકાએ હોસ્પિટલમાં દાખલ થવું પડેલ જ્યારે ૬૭ ટકા લોકોએ ઘરે રહીને જ ઇલાજથી સાજા થયેલ. તેમણે પોઝીટીવ રીપોર્ટની તારીખથી બે મહિના સુધી એમઆરસી સ્કેનનુ મોનીટરીંગ કરેલ.

એમઆરસીના અધ્યયન દરમિયાન બે તૃતીયાશં લોકોમાં હૃદય સંબંધી અસામાન્ય લક્ષણ જોવા મળેલ. શોધકર્તાઓએ હૃદયની માસપેશીઓમાં સોજો અથવા માયોકાડીર્ટીસ હોવાની ઓળખ કરેલ. મોટા ભાગના લોકોના લોહીમાં હૃદયને નુકશાનકારક સુચક ટ્રોપીનીન પ્રોટીન હોવાનું ધ્યાને આવેલ. સામાન્ય રીતે ટ્રોપોનીન હૃદયની કોશીકાઓમાં હોય છે.

શોધકર્તાઓ મુજબ હજુએ વાતને નિશ્ચિત કરવાની છે કે, લોકોમાં કઇ રીતે હૃદયની સામાન્ય સમસ્યા ઉદ્ભવી છે. આ શોધને મોટી સંખ્યામાં લોકો ઉપર અજમાવાયાની વાત પણ કહી છે. જ્યારે લાઇવ સાયન્સના રિપોર્ટ મુજબ દર્દીઓમાં લાંબા સમય સુધી હૃદયના સ્વાસ્થ્ય ઉપર સંક્રમણના પ્રભાવની અસર જોવા મળેલ નહીં.

મુંબઇની એશીયન હાર્ટ ઇન્સ્ટીટયુટના વરિષ્ઠ હૃદયરોગ નિષ્ણાંત ડો. સંતોષ કુમારે જણાવેલ કે, આ પ્રકારના ખતરા ભવિષ્યમાં લોકોના હૃદયની ગતિ થંભી જવાનું કારણ બની શકે છે. જ્યારે દિલ્હી એમ્સના ડો.સંદીપ મિશ્રા મુજબ શોધથી કોવીડ-૧૯ને કાર્ડીયો શ્વસન  સંબંધી બીમારીના ખતરા રૂપે લેવામાં આવી શકે છે. સાજા થયા બાદ જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સતત થાક લાગે ગર્દન તથા પીઠમાં દર્દ અને નબળાઇના લક્ષણો હોય તો તેમણે ફરી ડોકટર પાસે જવું જોઇએ.

(11:48 am IST)