Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ સર્વેક્ષણ

યેદિયુરપ્પાએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય જાહેર કરી

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત ભાઈ શાહે કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. રવિવારે તેઓ કર્ણાટકના પૂરગ્રસ્ત જિલ્લા બેલગાવી ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતુ.
  તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પા હાજર રહ્યા હતા. યેદિયુરપ્પાએ પૂર અને વરસાદી ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ લાખની સહાયનું એલાન કર્યું હતુ
   તેમણે રાજ્યમાં આવેલા પૂર પ્રકોપને 45 વર્ષની સૌથી મોટી આફત ગણાવી છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા છ હજાર કરોડનું નુકસાન થયું છે. કર્ણાટક સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા ત્રણ હજાર કરોડની તાત્કાલીક સહાયની માંગ કરી છે.

(7:11 pm IST)