Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

નાસા મુજબ બોલતા કમ્પ્યુટર્સ આવનારા સમયમાં આવી શકે છે અને સંસ્કૃત ભાષાને કારણે જ આ શક્ય છે : : રમેશ પોખરિયાલ

Photo : Ramesh

નવી દિલ્હી : કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ ઘ્વારા દાવો કરવાંમાં છે કે યુએસ. સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) એ માન્યતા આપી છે કે બોલતું કમ્પ્યુટર્સ વાસ્તવિકતા હોઈ શકે છે અને તે સંસ્કૃત ભાષાને કારણે છે. પોખરિયાલે કહ્યું કે સંસ્કૃત એકમાત્ર વૈજ્ઞાનિક ભાષા છે, જેના કારણે નાસા માને છે કે સંસ્કૃતને કારણે, બોલતા કમ્પ્યુટર્સ વાસ્તવિકતામાં હોઈ શકે છે.

રમેશ પોખરિયાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નાસા મુજબ બોલતા કમ્પ્યુટર્સ આવનારા સમયમાં આવી શકે છે અને સંસ્કૃત ભાષાને કારણે જ આ શક્ય છે. નાસા એવું કહી રહ્યું છે કારણ કે સંસ્કૃત એકમાત્ર વૈજ્ઞાનિક ભાષા છે જેમના શબ્દો તેઓ બોલાતા હોય તેમ બરાબર લખાય છે. આઇઆઇટી બોમ્બેના 57 દિક્ષાંત સમારોહમાં પોખરિયાલે આ નિવેદન આપ્યું હતું. શિક્ષણમંત્રીએ એવો પણ દાવો કર્યો છે કે ચરક ઋષિ, જેમણે આયુર્વેદનો સિધ્ધાંત આપ્યો હતો, તેઓ પહેલા વ્યક્તિ હતા, જેમને એટમ અને મોલિક્યૂલ્સની રિસર્ચ અને શોધ કરી હતી.

શિક્ષા મંત્રીએ કહ્યું કે આખરે એટોમ અને પરમાણુઓ પર સંશોધન કર્યું. ચરક ઋષિ, તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેને શોધ્યું. આટલું જ નહીં, રમેશ પોખરિયાલે દાવો કર્યો હતો કે પ્રાચીન ભૌતિકના સુશ્રુત દુનિયાના પહેલા સર્જન હતા. તે જ સમયે, વિદ્યાર્થીઓએ પોખરીયલના દાવા અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક વિદ્યાર્થીએ કહ્યું છે કે વોટ્સએપ યુનિવર્સિટીએ આ દેશમાં બબાલ કરી છે.

(4:08 pm IST)