Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

પાકિસ્‍તાનને ભારત સાથેની દુશ્‍મની ભારે પડતી જાય છે : દેશ કંગાલીયવ તરફ ધકેલાઓ : કિલો ટમેટાંના ભાવ થયા રૂ. ૩૦૦ : ભારત સાથે ના વ્‍યાપારી સંબંધો તોડવાનું ગંભીર પરિણામ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધા પછી પાકિસ્તાનની નિંદર ઉડી ગઈ છે. આ ગુસ્સામાં પાકિસ્તાને હવે ભારત સાથેના વેપારી સંબંધો તોડી નાખ્યા છે. ભારતીય ખેડૂતો અને વેપારીઓએ પાકિસ્તાન સામાન નિકાસ કરવાની ના પાડી દીધી છે. હાલમં સરકારે કસ્ટમ ડ્યુટી વધારીને 200 ટકા કરી નાખી છે. આ સંજોગોમાં હવે પહેલાંથી મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

ઝી બિઝનેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનને સૌથી વધારે ફળ અને શાકભાજી સપ્લાય કરતી આઝાદપુર મંડીના વેપારીઓએ માલ ન આપવાનો નિર્ણય લીધો છે ટામેટા વેપાર સંઘના પ્રેસિડન્ટ અશોક કૌશિકે આપેલી માહિતી પ્રમાણે અટારી-વાઘા માર્ગથી રોજની 75થી 100 ટ્રક ટામેટા જતા હતા પણ હવે આ સપ્લાઇ બંધ કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે અને ટામેટાની કિંમત તો 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

સર્જિકલ સ્ટ્રાઈક કહો કે પછી એર સ્ટ્રાઈક, આતંકવાદનો મુદ્દો હોય કે પછી કુલદીપ જાધવ પરની કાર્યવાહી પણ પાકિસ્તાને દરેક ક્ષેત્રે ભારત સામે પછડાટ ખાધી. સંબંધોમાં તણાવ વધતો ગયો. સરહદો ઉપર પણ તણાવ વધ્યો. આવામાં ભારતે કડક પગલાં ભર્યાં અને પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચ્યો. વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરાવવાની સફળ કોશિશ પણ કરાઈ. કારોબારી સંબંધોમાં ખટાશ આવી અને ધીરે ધીરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ

(1:06 pm IST)