Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

લંડનમમાં પાઘડી પહેરી રમત-ગમતના મેદાનમાં ગયેલી ૧૦ વર્ષીય શીખ બાલિકાને સાથે રમાડવાનો ઇન્કાર કરાયોઃ ૧૪-૧૭ વર્ષની વયના ૪ તરૂણોએ તેને આતંકવાદી ગણાવી

લંડનઃ બ્રિટનમાં લંડનના રમત-ગમત માટેના પ્લમસ્ટીડ મેદાનમાં રમવા માટે ગયેલી ભારતીય મૂળની ૧૦ વર્ષીય શીખ બાલિકા સાથે વંશીય ભેદભાવ રાખી તેને આતંકવાદી ગણાવતો વીડિયો સોશીઅલ મિડીયામાં વાઇરલ થયો છે. જેને ૪૭ હજાર લોકોએ ડાઉનલોડ કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વીડિયોમાં દર્શાવાયા મુજબ પાઘડી પહેરલી ૧૦ વર્ષીય શીખ બાલિકા રમત-ગમતના મેદાનમાં સોમવારે રમવા ગઇ ત્યારે ત્યાં રમી રહેલા ૧૪ થી ૧૭ વર્ષની વયના ૪ તરૂણોએ તેને પોતાની સાથે રમાડવાની ના કહી આતંકવાદી તરીકે ગણાવી હતી.

શીખ બાલિકાએ આ બાબતે દુઃખ પહોંચતા પોતાની નોટબુકમાં નોંધ કરી હતી. જે ટિવટરના માધ્યમથી તેના પિતાએ વાઇરલ કરી હતી. તથા શીખો વિષેના સ્થાનિક પ્રજાના ખ્યાલો તથા વહેવારો બદલવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. તથા શીખ કોમ આતંકવાદી નહીં પણ દયાળુ છે તેવો પ્રચાર જરૂરી હોવાનું જણાવ્યું હતું.

(8:40 pm IST)