Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર તરીકે સિંહ હશે

૧૩મીના દિવસે ઉમેદવારી કરશે

જયપુર, તા. ૧૦ : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભાની એક સીટ માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ ૧૩મી ઓગસ્ટના દિવસે ઉમેદવારી પત્રક દાખલ કરશે. આની સાથે જ ફરીએકવાર મનમોહન સિંહ રાજ્યસભામાં પહોંચે તેવી શક્યતા છે. મનમોહન સિંહે થોડાક દિવસ પહેલા રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યોના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદથી એવી અટકળો ચાલી રહી હતી કે,

               મનમોહન સિંહ રાજસ્થાનમાંથી જ રાજ્યસભામાં પહોંચશે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ મદનલાલ સેનીના અવસાનના કારણે રાજસ્થાનમાંથી રાજ્યસભાની એક સીટ માટે પેટાચૂંટણી થઈ રહી છે. આ સીટ પર ૨૬મી ઓગસ્ટના દિવસે મતદાન થશે. એ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી હોવાના કારણે પાર્ટીની આ સીટ પર જીત ચોક્કસ દેખાઈ રહી છે.

           મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે આસામમાંથી રાજ્યસભાના સભ્ય હતા. ત્રણ દસકથી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા. ૧૯૯૧થી ૨૦૧૯ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા છે. રાજ્યસભામાં તેમની અવધિ ૧૪ જુનના દિવસે પુરી થઈ હતી. પરંતુ કોંગ્રેસ માટે કોઈ જગ્યા ખાલી ન હતી.

(12:00 am IST)