Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાહુલને પ્રમુખ બનાવવા કોંગ્રેસ સાંસદોની માગણી

સોનિયા ગાંધીની સાંસદો સાથે બેઠક

નવી દિલ્હી,તા.૧૧  : કોંગ્રેસના સાંસદોએ ફરી એક વખત રાહુલ ગાંધીને પાર્ટીનું સુકાન સોંપાવું જોઈએ તેવી માગણી કરી છે. દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરવા માટે શનિવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે એક ઓનલાઈન બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસના સંખ્યાબંધ સાંસદોએ માંગ કરી હતી કે, રાહુલ ગાંધીએ ફરી પાર્ટીનું નેતૃત્વ સંભાફ્રી લેવું જોઈએ.કોંગ્રેસના સાંસદો ગૌરવ ગોગોઈ, કે સુરેશ , અબ્દુલ ખાલિક તથા બીજા કેટલાક સાસંદોએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો હતો કે, તેઓ ફરી કોંગ્રેસના અધ્યક્ષ બને. દિગ્વિજય સિંહે પણ આવી વાત કરી હતી. બેઠકમાં કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ  લદ્દાખમાં ચીન સાથેના ટકરાવ, કોરોના સંકટના મુદ્દે સરકારને ઘેરવા માટેના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આવી માંગ કરી હતી.

(9:39 pm IST)