Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

લડાખ મોરચે ફરીથી તનાતની સર્જાઈ : ચીની સૈનિકો હોટસ્‍પ્રીંગ વિસ્‍તારમાં ફરી પાછા ગોઠવાઈ ગયા : ભારતે પણ લશ્‍કર ગોઠવ્‍યુ

પેંગોંગ સૌથી પાછળ હટવા તૈયાર નથી : સરહદ ઉપર બંને સેનાઓ વચ્‍ચે ફરી ભારે ઉગ્રતાનો માહોલ : ભારતની સાથેની સમજૂતીના લીરા ઉડાડયા : ચીન લશ્‍કરના સૈનિકો હોટ સ્‍પ્રીંગ વિસ્‍તાર... એટલે કે પીપી-૧૫ ક્ષેત્રમાં ફરી પાછા આવી ગયા છે : આમ પેંગોંગ સો' વિસ્‍તારમાંથી પાછા હટવા ચીની લશ્‍કરે ઈન્‍કાર કરી દીધો છે : આમ લડાખના બે વિસ્‍તારમાં ભારત - ચીન વચ્‍ચે મડાગાંઠ સર્જાઈ છે : જવાબમાં હવે ભારતે પણ આ સ્‍થળે સૈનિકો તૈનાત કરેલ છે : ગઈકાલે સવારે હોટ સ્‍પ્રીંગ એરીયા જેને પેટ્રોલીંગ પોઈન્‍ટ (પીપી) ૧૫ કહેવામાં આવે છે, ત્‍યાંથી ચીની લશ્‍કર તંબુ ઉખેડી પાછળ હટી ગયેલ, પણ આજે સવારે ૫૦ થી વધુ ચીની સૈનિકો પાછા આવી ગયા છે : જો કે આ સૈનિકોએ મોરચાબંધી કે તંબુની કોઈ કાર્યવાહી કરી નથી : પરંતુ આ વિસ્‍તારમાં તનાવ સર્જાઈ ગયો છે : (સુરેશ ડુગ્‍ગર)

(6:01 pm IST)