Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અટલ પેન્શન યોજના અથવા એપીવાઇ કેન્‍દ્ર સરકાર દ્વારા સંચાલિત પેન્શન યોજનામાં દર મહિને ૨૧૦ રૂપિયા જમા કરવાથી વર્ષે ૬૦ હજારના પેન્શનની સુવિધા

નવી દિલ્હી: અટલ પેન્શન યોજના અથવા એપીવાઈ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પેન્શન યોજના છે જે તમામ નાગરિકો માટે ખુલ્લી છે. આ મુખ્ય રીતથી અસંગઠિત ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરનાર ભારતના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્યથી શરૂ કરવામાં આવી છે. APYને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના અંતર્ગત પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

સરકાર સમર્થિત લઘુ બચત યોજના અંતર્ગત, લાભાર્થિઓ માટે 1,000 રૂપિયાથી 5,000 રૂપિયાની વચ્ચે ન્યૂનતમ માસિક પેન્શનની ગેરેન્ટી છે. આ પેન્શન યોજનામાં 18 વર્ષની ઉંમરથી રોકાણ કોઈપણ વ્યક્તિ શરૂ કરી શકે છે અને 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા બાદ તેને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે.

40 વર્ષ સુધી ખોલાવી શકો છો ખાતું

એપીવાય યોજના અંગે બોલતા સેબી નોંધાયેલા કર અને રોકાણ નિષ્ણાંત મણિકરણ સિંઘલે કહ્યું હતું કે, 'અટલ પેન્શન યોજનામાં રોકાણકાર 18થી 40 વર્ષની વય સુધી ખાતું ખોલાવી શકે છે અને 60 વર્ષની વય સુધી એક એપીપી ખાતામાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે. 60 વર્ષ પછી, રોકાણકાર માસિક પેન્શન માટે પાત્ર બને છે જે રૂ .1000થી 5000 સુધીની હોય છે. રોકાણકાર ઇચ્છે છે તે માસિક પેન્શન એપીવાય એકાઉન્ટ ખોલવાના સમય અને માસિક પ્રીમિયમના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે, પીએફઆરડીએની નવી માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વર્ષમાં એકવાર તેમની પેન્શન અપગ્રેડ અથવા ડાઉનગ્રેડ કરી શકે છે.

એપીવાય ચાર્ટ પર વિગતવાર વાત કરતા, સેબી નોંધાયેલા કર અને રોકાણ નિષ્ણાંત જીતેન્દ્ર સોલંકીએ કહ્યું, જો કોઈ રોકાણકાર 18 વર્ષની ઉંમરે એપીવાય એકાઉન્ટ ખોલે છે, તો 1000 રૂપિયાના એપીવાય પેન્શન માટે તેનું માસિક પ્રીમિયમ 42 રૂપિયા છે. રૂ. 20૦૦ રૂપિયાના માસિક પેન્શન માટેનું પ્રીમિયમ 84 રૂપિયા છે. 3,૦૦૦ રૂપિયાના માસિક પેન્શન માટે એપીવાય પ્રીમિયમ રૂ. 126 છે. 4,૦૦૦ રૂપિયાના માસિક પેન્શન માટે એપીવાય માસિક પ્રીમિયમ રૂ. 168 છે, જ્યારે 5000 રૂપિયાના માસિક પેન્શન માટેનું માસિક પ્રીમિયમ 210 રૂપિયા છે.

સોલંકીએ કહ્યું કે 40 વર્ષીય એપીવાય એકાઉન્ટ ખાતાધારક માટે, એપીવાય ચાર્ટ દર્શાવે છે કે 1000 રૂપિયાના માસિક એપીવાય પેન્શન માટે પ્રીમિયમ ચુકવણી 291 રૂપિયા હશે. આ પ્રીમિયમ રૂ. 2,000 રૂપિયાના માસિક પેન્શન માટે ડબલ કરવામાં આવશે, જ્યારે 3,૦૦૦ રૂપિયા, 4,૦૦૦ રૂપિયા અને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે 1000 રૂપિયાના પેન્શન માટે 291 રૂપિયાનું આ માસિક પ્રીમિયમ ત્રણ ગણું, ચાર ગુણું અને પાંચ ગણું થઇ જાય છે.

(5:16 pm IST)