Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઓગસ્ટમાં મોદી કેબિનેટનું વિસ્તરણ થશે

સિંધિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના

નવી દિલ્હી તા. ૧૧ : નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેની કેબિનેટનો વિસ્તાર થવાનો છે. તે કેબિનેટ વિસ્તાર શ્રાવણના અંતમાં થશે. શ્રાવણ ત્રણ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળનો વિસ્તાર ઓગસ્ટના બીજા સપ્તાહમાં થવાની શકયતા છે. બીજેપીનું માનવું છે કે શ્રાવણના સમાપન પર કેબિનેટ વિસ્તાર માટે શુભ સમય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૭ મંત્રીઓની સાથે ૩૦ મેં ૨૦૧૯ના રોજ બીજી વાર પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના ૧૫ ટકા જ મંત્રીમંડળ બની શકે છે. તે અંગે જોઈએ તો કેન્દ્ર સરકારમાં કુલ ૮૧ મંત્રી નિયુકત થશે. અગાઉની મોદી સરકારમાં કુલ ૭૦ મંત્રી હતા. આ સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ઓછા માં ઓછા ૧૩ અને નવા મંત્રીઓને નિયુકત કરી શકે છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, જૂનમાં આ મૂળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના બીજા મોટા નેતા કૃષ્ણગોપાલ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને પાર્ટી સંગઠનના મહાસચિવ બીએલ સંતોષ મળ્યા હતા. કૃષ્ણ ગોપાલ જ સંઘ અને બીજેપી વચ્ચે તાલમેલ જોવે છે. એક બીજેપી નેતા એ જણાવ્યું કે બીજેપી નેતા નડ્ડાની ટીમની એક યાદી તૈયાર છે.તેનાથી એ નક્કી છે કે કેટલા લોકો સંગઠનમાંથી સરકારનો ભાગ બનશે અને કેટલા લોકો પાછા સંગઠનમાં ફરશે. તેની બ્લુ પ્રિન્ટ તૈયાર છે.

સૂત્રોના કહ્યા મુજબ, પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવ, અનિલ જેન, અનિલ બુલાનીને મંટ્રાઇ તરીકે નિમાશે. જયારે રાજસ્થાનના એક મંત્રીને હટાવાશે. આઠ કેબિનેટ મંત્રીઓની પાસે બે થી ત્રણ મંત્રાલય છે. આ સ્થિતિમાં આ મંત્રીઓનો કાર્યભાર ઓછો કરવામાં આવશે.

(3:19 pm IST)