Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

૩ વર્ષમાં ૧૪ દેશોની સફર કરીઃ તપાસ શરૂ

વિકાસ દુબેનું રોકાણ દુબઇ-થાઇલેન્ડમાં: દેશમાં ૧૧ ઘર, ૧૬ ફલેટ છેઃ મહિને ૫૦ લાખ કમાતો

નવી દિલ્હી, તા.૧૧: ગેંગસ્ટર વિકાસ દુબેના પોલીસ એન્કાઉન્ટર બાદ ઈન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ હવે તેની સંપત્ત્િ।ની તપાસ કરવામાં લાગી છે. આ માટે વિકાસના પરિવાર અને તેના નિકટના લોકોની તપાસ કરાઈ રહી છે. પોલીસના સૂત્રો મુજબ, વિકાસ દુબેએ છેલ્લા ૩ વર્ષોમાં કરેલી ૧૪ દેશોની યાત્રા દરમિયાન તેના સાથીદારોએ દુબઈ અને થાઈલેન્ડમાં પેન્ટહાઉસ ખરીદ્યા હતા. ઉપરાંત તેણે હાલમાં જ લખનઉમાં ખરીદેલો એક બંગલો અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો હોવાનું મનાય છે. મહિને ૫૦ લાખ રૂપિયા કમાતો હોવાનું  પણ બહાર આવ્યું છે.

સૂત્રો મુજબ, કાનપુરના આ ગેંગસ્ટરે માત્ર ઉત્તર પ્રદેશમાં જ બેનામી ટ્રાન્ઝેકશનથી ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ ખરીદ્યા હોવાનું મનાય છે. યુપી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે દુબે છેલ્લા ૩ વર્ષોમાં ૧૪ દેશોની મુલાકાતે ગયો હતો એવામાં તેણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી હોઈ શકે છે.

હાલમાં ૧૧ ઘરો અને ૧૬ ફ્લેટ જે વિકાસ દુબેના હોવાનું મનાય છે તે સ્કેન હેઠળ છે. જેમાં હાલમાં જ ખરીદેલો ૨૩ કરોડનો બંગલો પણ છે, જે લખનઉના આર્યનગરમાં હોવાનું મનાય છે.

કાનપુર પોલીસ સાથેની વાતચીત બાદ EDએ ૭ જુલાઈએ ડાયરેકટ ઓફિસરને આદેશ આપ્યો હતો કે વિકાસ દુબે, તેના પરિવારના સભ્યો અને સાથીઓની માલિકીની ચલ અને અચલ સંપત્ત્િ।ની મનિલોન્ડ્રિંગ એકટ ૨૦૦૨ હેઠળ માહિતી એકઠી કરવામાં આવે. ઈડીએ દુબે વિરુદ્ઘ નોંધાયેલા ગુનાઓની માહિતી પણ માગી હતી.

(3:15 pm IST)