Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

૮૦ કર્મચારીઓને કોરોના પોઝીટીવ

બિહારઃ CM આવાસમાં કોરોનાનો કહેર

CM હાઉસની કેન્ટીનમાં તૈનાત કર્મચારીથી લઇને સચિવના ડ્રાઇવરને કોરોના

પટના, તા.૧૧: બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોકટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને ૪૪ થઈ છે. જયારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ડોકટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એઇમ્સના અત્યાર સુધીના આઠ કર્મીઓ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે.સીએમ હાઉસના કર્મીઓ પણ પોઝિટિવ  બિહારના મુખ્યમંત્રી આવાસ કાર્યાલયમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી ૮૦થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ આવાસમાં કેન્ટીનમાં તહેનાત કર્મીઓથી લઈને સચિવનો ડ્રાઇવર પણ કોરોના વાયરસ સંક્રમિત થયો છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં મુખ્યમંત્રી સચિવાલયના કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.પટનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું નોંધનીય છે કે ગુરુવારથી શુક્રવાર સુધી પટનામાં એક દિવસમાં સૌથી વધારે ૩૮૫ પોઝિટિવ કેસ મળ્યાં છે. જેમાંથી પીએમસીએચના મુખ્ય આકસ્મિક ચિકિત્સા પદાધિકારી સહિત ૨૮ કર્મીઓ અને બિહટા ફાયર ટ્રેનિંગ સેન્ટરના ૨૩ ફાયરમેન તેમજ ચાલક સામેલ છે. સિવિલ સર્જન ડોકટર રાજકિશોર ચૌધરીએ જણાવ્યું કે પટનામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧,૮૮૮ થઈ છે. જેમાંથી ૧,૧૮૦ લોકો અલગ અલગ આઇસોલેશન સેન્ટરમાં દાખલ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાને કારણે ૧૭ લોકોનાં મોત થયા છે.

(3:14 pm IST)