Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કાલે ગ્રહોની હેરાફેરી : ચંદ્ર અને મંગળ નજીક આવશે

૧૬ મીએ પ્લુટો અને ૨૧ મીએ શનિ ઓપોઝિશનમાં હશે : મહીનાના અંતમાં ઉલ્કાપીંડોના વરસાદ

રાજકોટ તા. ૧૧ : કોરોના કાળ સમયે આકાશમાં ઘણી ખગોળીય ઘટનાઓ (એસ્ટ્રોનોમીકલ ઇવેન્ટસ) જોવા મળી રહી છે. જુલાઈ માસમાં પણ અમુક અવી જ અદ્બુત વસ્તુઓ જોવા મળશે. આચાર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનના વૈજ્ઞાનિકોએ જણાવ્યા અનુસાર કાલે ૧૨ જુલાઈએ ચંદ્રમા અને મંગળ ગ્રહ ખૂબ જ નજીક આવી જશે.

આ ઉપરાંત જુલાઈ મહિનામાં સૂર્યમંડળમાં ત્રણ ગ્રહોની અપોઝીશન ઘટનાઓ થશે. તેમાં પૃથ્વી અને સૂર્યની સાથે સાથે ઘણા ગ્રહ એક સીધમાં આવશે. આ ઘટના ૧૪ જુલાઈએ થશે. આ ઉપરાંત મહિનાના અંતમાં ઉલ્કાપિંડોનો વરસાદ થશે. જેના કારણે આકાશમાં રંગબેરંગી રોશની જોવા મળશે.

એરીઝના ખગોળ વૈજ્ઞાનિક ડો. શશિભૂષણ પાન્ડેએ જણાવ્યા અનુસાર ૧૪ જુલાઈએ અમારા અને પરિવારના સૌથી મોટા ગ્રહ ગુરૂ, પૃથ્વી અને સૂર્ય એક લાઈનમાં રહેશે. તે સમયે પશ્ચિમમાં જયારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હશે ત્યારે પૂર્વમાં ગુરૂ ઉદય થઈ રહ્યો હશે. તેમની વચ્ચે પૃથ્વી રહેશે. ગૃહ ધરતીની ખૂબ જ નજીક હશે. માટે આ નજારો ખુબ જ સુંદર હશે.

ખગોળવિદોના જણાવ્યા અનુસાર ૧૬ જુલાઈએ પ્લૂટો ગ્રહ અપોઝિશનની સ્થિતિમાં રહેશે. જે ધરતીથી દૂર છે તેથી તેને જોવા માટે દૂરબીનનો સહારો લેવો પડશે. આજ રીતે ૨૧ જુલાઈએ શનિ ઓપોઝિશનમાં હશે. તે પૃથ્વીની ખૂબ જ નજીક હશે આ દરમિયાન શનિ ગ્રહથી ચમકદાર કિરણો નિકળતા જોવા મળશે. આ સુંદર દ્રશ્યને દુરબીનથી જોઈ શકાશે.૨૬ જુલાઇની સવારે સૌરમંડળમાં એક અદ્બૂત દ્રશ્ય જોવા મળશે. સૂર્યોદય પહેલા બુધ ગ્રહ જોવા મળશે. કારણ કે તે આકાશમાં ક્ષિતિજથી ૧૭ ડિગ્રી ઉપર હશે. બાકી દિવસોમાં આ સૂરિય ગ્રહની નજીક હોય છે. તેથી તેના પર રોશની પડે છે. જેના કારણે તેને નરી આંખે જોવુ શકય નથી હોતુ. પરંતુ ૨૬ જુલાઇએ તેને દૂરબીનથી જોઇ શકાશે.જુલાઇના મહિના અંતમાં ઉલ્કાપિંડોનો વરસાદ થશે. આ સિલસિલો ૨૮-૨૯ ની રાતે જોવા મળશે. તે દિવસે ચંદ્રનો આકાર તેના ૬૬ ટકા હોવાના કારણે ઉલ્કાવૃષ્ટિના નજારાને ચંદ્રમાના અસ્ત થયા બાદ વધુ સારી રીતે જોઇ શકાશે.

(11:35 am IST)