Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ડરામણા આંકડાઃ ર૪ કલાકમાં ર૭૧૧૪ કેસઃ પ૧૯ મોત

દેશમાં કોરોનાએ બિહામણી રીતે ધુણવાનું શરૂ કર્યુઃ કુલ કેસની સંખ્યા પહોંચી ૮,ર૦,૯૧૬ : દેશનો કુલ મૃત્યુઆંક વધીને થયો રર૧ર૩: આંકડો દિવસેને દિવસે વધતો જાય છે

નવી દિલ્હી તા.૧૧ : દેશમાં ર૪ કલાકમાં રેકોર્ડબ્રેક ર૭૧૧૪ કોરોના સંક્રમિત બહાર આવ્યા છે અને એ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૮,ર૦,૯૧૬ની થઇ છે.

દેશમાં ર૪ કલાકમાં પ૧૯ લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક વધીને રર૧ર૩ થયો છે.

અત્યાર સુધીમાં પ,૧પ,૩૮૬ દર્દીઓ કોરોનાને હરાવીચુકયા છે. છેલ્લા ર૪ કલાકમાં ૧૯૮૭૦ લોકો સાજા થયા છે એકટીવ કેસોમાં ૬૭રપની વૃધ્ધી થઇ છે. દેશમાં હાલ ર૮૩૪૭૭ એકટીવ કેસ છે.

૧,૧૩,૭૦૦૦ સેમ્પલની તપાસ થઇ છે. ગઇકાલે ર,૮ર,પ૧૧ લોકોની તપાસ થઇ હતી. ગઇકાલે ૧ દિવસમાં ર૬પ૦૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૪૭પના મોત થયા હતા.

કોરોના વાયરસથી મરનાર ૭૦ ટકાથી વધુ લોકો અન્ય બિમારીઓથી પણ પીડિત હતાં. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાતમાં છે. યુપી, કર્ણાટક, તેલંગણા જેવા રાજયોમાં સંક્રમણના ૩૦,૦૦૦થી વધુ કેસ છે.

૧૦ જુલાઇના રોજ ર,૮ર,પ૧૧ લોકોનું ટેસ્ટીંગ થતા અત્યાર સુધીમાં ૧,૧૩,૭૦૦ર ટેસ્ટ કરાયા છે.

(10:56 am IST)