Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

લો, બોલોઃ કોરોનાથી બચવા બજારમાં આવ્યું સની લિયોની માસ્ક

નવી દિલ્હી, તા.૧૧: દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસથી બચવા સરકાર માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાસ સલાહ આપી રહી છે. આમ છતાં મહામારીથી બચવા લોકો અવનવા ઉપાયો અજમાવતા રહે છે. એમાંય કેરળમાં અમુક લોકોએ જે રીત અપનાવી છે એ જોઈને બધા આશ્યર્યચકિત ન થાય તો નવાઈ લાગે. કેરળના સની લિયોનીના ચાહકોએ એક એવો નુસખો અજમાવ્યો છે જેને કારણે સની તેમની નજદિક પણ રહે અને કોરોનાથી પણ સુરક્ષિત રહે.

બોલિવુડની હીરોઇન સની લોયોની કેરળમાં પણ ઘણી ફેમસ છે. ત્યાં એનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે. અત્યારે સની તો પરિવાર સાથે એના હોલિવુડના ઘરે છે. પણ ચાહકોએ એવી યુકિત લડાવી છે કે સની તેમની પાસે રહે. સાથે રહે. હકીકતમાં કેરળમાં એક સ્પેશિયલ માસ્ક જોવા મળે છે જેના પર સની લિયોનીનો ફોટો છે. માસ્ક સાદા કપડાના બનેલા છે. આ અગાઉ સની ફટાકડા સહિત ઘણી ચીજો પર દેખાઈ છે. પરંતુ આ પહેલીવાર હશે કે કોઈ બીમારીથી બચાવતી ચીજ પર સનીનો ફોટો દેખાયો હોય. સની લિયોનીવાળા માસ્કનું કેરળમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

(10:01 am IST)