Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમ સાથે મળીને 5 વર્ષમાં દેશમાં 60,000 લોકોને નોકરી આપશે

બીપીએ જોઇન્ટ વેન્ચરમાં 49 ટકા ભાગીદારી માટે 1 અરબ ડોલરની ચુકવણી કરી

નવી દિલ્હી : મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવામુક્ત કર્યા બાદ હવે તેમના કારોબારને વધુ ઝડપથી આગળ વધારવાની યોજના હેઠળ કંપનીએ બ્રિટિશ પેટ્રોલિયમ સાથે મળીને ભારતીય માર્કેટમાં ન્યૂ ઇન્ડિયન ફ્યૂલ અને મોબિલિટીના વેચાણ માટે 'રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ' (RBML)ની વેન્ચરની જાહેરાત કરી છે.

  આ અંતર્ગત બીપીએ જોઇન્ટ વેન્ચરમાં 49 ટકા ભાગીદારી માટે 1 અરબ ડોલરની ચુકવણી કરી છે. આ પાર્ટનરશિપમાં RILની ભાગીદારી 51 ટકા રહેશે. રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમની આ નવી યોજના બાદ આગામી પાંચ વર્ષમાં 60 હજાર રોજગારીની તકો ઉભી થશે.

  આ વેન્ચરને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ પોતાના મજબૂત અને વેલ્યૂ પાર્ટનર બ્રિટિશ પેટ્રોલિયમની મદદથી વિસ્તાર કરી રહ્યું છે.અમે રિટેલ અને એવિએશન ઇંધણના મામલામાં પેન ઇન્ડિયા સ્તર પર પોતાની પહોંચ બનાવવા માંગીએ છે.

  RBML, મોબિલિટી અને લો કાર્બન સોલ્યુએશનના મામલામાં લીડર હશે અને ભારતીય ગ્રાહકોને ઘણું સ્વચ્છ અને વ્યાજબી ભાવે ઇંધણ પુરુ પાડશે. આ માટે અમે ડિજીટલ અને ટેકનોલોજીની મદદ પણ લઈશું.

  આ જોઇન્ટ વેન્ચરની સાથે જ બંને કંપનીઓ ભારતમાં ઝડપથી વધી રહેલી એનર્જી અને મોબિલિટીની માંગને પુરી કરવા માંગે છે.

(8:26 am IST)