Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઝાયડસ કેડિલાની વિરાફીનની કિંમત જાહેર : એક ડોઝના 11,955 રૂપિયા : માત્ર સાત જ દિવસમાં RTPCR નેગેટિવ આવતો હોવાનો દાવો : ઓક્સિજનની પણ જરૂર નહીં

અમદાવાદ :  કેડિલાની કોરોના સામે હથિયાર મનાતી વિરાફીનની કિંમત જાહેર કરાઈ છે એક ડોઝના 11,955 રૂપિયા જાહેર કરાયા છે વિરાફીન માત્ર સાત દિવસમાં RTPCR  નેગેટિવ આવતો હોવાનો દાવો કરાયો છે

 આ અગાઉ મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે

ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

(11:24 pm IST)
  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • તેલંગણામાં આવતીકાલથી ૧૦ દિવસનું લોકડાઉન : સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ : કોરોના વેક્સીનની ખરીદી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પડાશે : તેલંગણા સરકારે આવતીકાલે તા.૧૨મી મે થી રાજયમાં ૧૦ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે : જા કે તમામ કામકાજ સવારે ૬ થી ૧૦ સુધી ચાલુ રાખવા દેવામાં આવશે : તેલંગણામાં છેલ્લા બે અઠવાડીયાથી રાત્રી કર્ફયુ અમલમાં છે : સવારે ૬ થી ૧૦ને બાદ કરતા રાજયમાં બાકીના સમય માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે : તેલંગણા સરકાર જૂન મહિના પછી ૧૮ વર્ષથી ઉપરની વયનાઓ માટે રસીકરણ ડ્રાઈવ શરૂ કરશે : તેલંગણા કેબીનેટે કોવિડ-૧૯ વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડરો પાર પાડવાનું પણ નક્કી કર્યુ છે access_time 4:01 pm IST

  • દેશના ૧૪ મોટા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન: ગુજરાત આંધ્ર અને પશ્ચિમ બંગાળ માત્ર આ ત્રણ મોટા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન નથી, રાત્રિ કરફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં, ગુજરાત સરકાર આજે મોડેથી કોઈક નિર્ણય લ્યે તેવી સંભાવના દેશના ચૌદ મોટા રાજ્યોએ તેમના તેમને ત્યાં સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું છે, હવે માત્ર ગુજરાત, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ જ મોટા રાજ્યો રહ્યા છે જ્યાં નાઈટ કફર્યું અને કેટલાક નિયંત્રણો લાગુ કરાયા છે, પરંતુ આ ત્રણ રાજ્યોમાં કોઈ જ લોકડાઉન લાદવામાં આવ્યું નથી. વડાપ્રધાનશ્રીએ વારંવાર કહ્યું છે કે લોકડાઉન છેલ્લા ઉપાય તરીકે લાદવામાં આવે. આજે તેલંગાણા રાજ્યએ પણ આવતીકાલથી અમલી બને તે રીતે દસ દિવસનું લોકડાઉન લાદી દીધું છે. જો કે લોકોની સુવિધા માટે સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ આપી છે: *ન્યૂઝફર્સ્ટ access_time 4:51 pm IST