Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જમ્મુમાં મારુતિના શોરૂમમાં વિનાશક આગ ફાટી નીકળી : લાખોના સ્પેરપાર્ટ્સ ભસ્મીભૂત

જમ્મુ-કાશ્મીરમાં મારુતિ સુઝુકીના શોરૂમમાં ભયંકર આગ લાગ્યાનું જાણવા મળે છે લાખો રૂપિયાનો સ્પેર પાર્ટ્સનો સામાન સળગી ગયાની વિગતો બહાર આવી છે.

જમ્મુના અખનૂર રોડ પર આવેલા મારુતિ શોરૂમમાં મંગળવારે સાંજે આગ લાગી હતી.  આશરે ૧ કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી.  આ ઘટનામાં લાખોનું નુકસાન થવાનો અંદાજ છે.

સાંજે લગભગ સાડા ચાર વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી.  સદભાગ્યે આ આગ શો-રૂમના એ ભાગમાં લાગી હતી જ્યાં સ્પેર પાર્ટ્સ રાખવામાં આવ્યા હતા.  પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, ત્યારબાદ અહીં પડેલા પ્લાસ્ટિકના ભાગોમાં આગ લાગી હતી.

(10:39 pm IST)
  • તેલંગણામાં આવતીકાલથી ૧૦ દિવસનું લોકડાઉન : સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ : કોરોના વેક્સીનની ખરીદી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પડાશે : તેલંગણા સરકારે આવતીકાલે તા.૧૨મી મે થી રાજયમાં ૧૦ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે : જા કે તમામ કામકાજ સવારે ૬ થી ૧૦ સુધી ચાલુ રાખવા દેવામાં આવશે : તેલંગણામાં છેલ્લા બે અઠવાડીયાથી રાત્રી કર્ફયુ અમલમાં છે : સવારે ૬ થી ૧૦ને બાદ કરતા રાજયમાં બાકીના સમય માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે : તેલંગણા સરકાર જૂન મહિના પછી ૧૮ વર્ષથી ઉપરની વયનાઓ માટે રસીકરણ ડ્રાઈવ શરૂ કરશે : તેલંગણા કેબીનેટે કોવિડ-૧૯ વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડરો પાર પાડવાનું પણ નક્કી કર્યુ છે access_time 4:01 pm IST

  • ઇંગ્લેન્ડમાં કોરોના શાંત થઈ ગયો :છેલ્લા એક વર્ષમાં પહેલી વખત ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસનો એક પણ નવો કેસ ગઈકાલે નોંધાયો નથી. access_time 10:44 am IST

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST