Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સનું નામ ચીનની મહિલા સાથે જોડાતાં છૂટાછેડા થયા

અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સ હાલમાં છૂટાછેડાને લીધે ચર્ચામાં : મૂળ ચીનની યુએસમાં રહેતી વાન્ગ ગેટ્સ-મેલિન્ડાએ ચેરિટી કરવા માટેના ફાઉન્ડેશનમાં દુભાષિયા તરીકે કામ કરે છે

નવી દિલ્હી, તા.૧૧ : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સ આજકાલ પત્ની મેલિન્ડા ગેટસ સાથે છુટાછેડાના પગલે ચર્ચામાં છે.બંને વચ્ચેના ૨૭ વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે.

હવે મામલામાં વધુ એક ટ્વિસ્ટ જોવા મળ્યો છે.બિલ ગેટ્સનુ નામ ચાઈનિઝ મહિલા શેલી વાન્ગ સાથે જોડાયુ છે.એવુ કહેવાય છે કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છુટાછેડાનુ કારણ શેલી વાન્ગ છે.જોકે વાન્ગે વાતનો ઈનકાર કર્યો છે.એક અખબારના અહેવાલ પ્રમાણે વાન્ગ બિલ ગેટ્સ અને મેલિન્ડાએ ચેરિટી કરવા માટે બનાવેલા ફાઉન્ડેશનમાં દુભાષિયા તરીકે કામ કરે છે.મૂળ તે ચીનની રહેવાસી છે અને હાલમાં અમેરિકામાં રહે છે.

૩૬ વર્ષની વાન્ગ સાથે બિલ ગેટસના સબંધો સારા છે.ઘણાનુ માનવુ છે કે, બંને વચ્ચેની નિકટતાના કારણે મેલિન્ડા ગેટસે છુટાછેડા લીધા છે.વાન્ગના દોસ્ત લી ડોંગલાઈનુ કહેવુ છે કે, વાન્ગ વર્ષોથી બિલ ગેટસના ફાઉન્ડેશનમાં કામ કરતી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ છે.કામના કારણે બંને વચ્ચેના ઘણા ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ છે.તેના આધારે બંને વચ્ચેનાસબંધોની બોગસ કહાની ઘડવામાં આવી છે. માત્ર અફવા છે.

વાન્ગે પણ ચીનના સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, મેં વિચાર્યુ હતુ કે, મારા અફેરની અફવા જાતે ખતમ થઈ જશે પણ વાત આટલી આગળ વધશે તેવુ મેં વિચાર્યુ નહોતુ.હું લોકોનો આભાર માનવા માંગુ છું  જેમણે અફવાનુ ખંડન કરવા માટે મારો સાથ આપ્યો હતો.

(8:03 pm IST)
  • આસામ : મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા હિમાંતા બિસ્વા શર્મા મંદિરે પહોંચ્યા : કામાખ્યા મંદિરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા : આજરોજ આસામના 15 માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : અન્ય 13 મંત્રીઓની પણ શપથવિધિ કરાશે access_time 12:11 pm IST

  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST