Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના મહામારી સામે લડવા ટવીટરે ભારતની એનજીઓને 110 કરોડથી વધુની સહાયતા કરી

દાનની આ રકમ ત્રણ બિન સરકારી સંગઠનોને આપવામાં આવશેઃ ટ્વીટર સીઇઓ ડોર્સી

નવી દિલ્હી : કોરોના સંકટ સામે લડવા માટે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારતને 15 કરોડ ડોલર (આશરે 110,20,43,250 રુપિયા)ની સહાય કરી છે. ટ્વીટરની સીઇઓ પેટ્રિક ડોર્સીએ આ રકમ ત્રણ બિન સરકારી સંગઠન (NGO) કેર , એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલનલ યુએસએને દાન કરી હોવાની માહિતી આપી.હતી

ભારતમાં કોરોનાની બીજી લહેરે આફત વચ્ચે વિશ્વના ઘણા દેશો આપણી વ્હારે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે પણ આ દાન દેશમાં મેળવેલી પ્રતિષ્ઠાનું ઋણ ચુકવવાનો પ્રયાસ કર્યો છે

ટ્વીટરના સીઇઓ જેક પેટ્રિક ડોર્સીએ સોમવારે ટ્વીટ કરી દાનની રકમ અંગે માહિતી આપી. તેમણે જમાવ્યું કે 1.5 કરોડ ડોલરમાં કેરને 1 કરોડ ડોલર જ્યારે એડ ઇન્ડિયા અને સેવા ઇન્ટરનેશનલ યુએસએને 25-25 લાખ ડોલર આપવા )માં આવશે.”

સાનફ્રાન્સિસ્કો સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ આસ્થા આધારિત, બિન લાભકારી સેવા સંગઠન છે. દાનની આ રકમ કોવિડ દર્દીઓના ઇલાજ માટે આપવામાં આવી રહી છે. તેનો ઉપયોગ વેન્ટિસેટર્સ, બેડ્સ અને અન્ય જીવનરક્ષક ઉપકરણો ખરીદવામાં કરાશે.

ટ્વીટરના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે આ ઉપકરણ સરકારી હોસ્પિટલ્સ, કોવિડ -19 સારસંભાળ કેન્દ્રો અને અન્ય હોસ્પિટલોમાં વિતરણ કરાશે.

દાન માટે સેવા ઇન્ટરનેશનલના ઉપાધ્યક્ષ સંદીપ ખડકેકરે ટ્વીટરની સીઇઓ ડોર્સીનો આભાર માન્યો છે. તેમણે લખ્યું કે,આ સેવાનું કામ છે અને મને આનંદ છે કે તમે આગળ આવીને અમારી મદદ કરી. અમે તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાની પુરી કોશીશ કરીશું. કોરોના દર્દીઓના સારી રીતે દેખરેખ રાખીશું. આ સમયે આપણે એકજૂટ થઇ કોરોના સામે લડવી જરુર છે. જો અમે આવું કરીએ છીએ તો ટુંકમાં જ આ વાઇરસ પર કાબુ મેળવી શકાશે.”

(12:46 pm IST)