Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

'ટોમી'ને કૂતરો કહેતા માલિકે પડોશીઓને માર માર્યો

હરિયાણાના ગુરૂગ્રામમાં પડોશમાં રહેતા પરિવાર વચ્ચે છૂટાહાથની મારામારી : માથાકૂટે થોડા સમય બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મારામારી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

નવી દિલ્હી તા. ૩ : હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યકિતએ તેના પાડોશમાં રહેતા એક પરિવારના છ લોકોને નિર્દયતાથી માર માર્યો હતો. જે લોકોને વ્યકિતઓએ માર ખાધો હતો તેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. વિવાદનું કારણ આશ્ચર્યજનક છે.

બન્યું એવું કે પડોશમાં રહેતા આ પરિવારના એક સભ્યએ પાલતુ કૂતરાને તેના નામ 'ટોમી'થી બોલાવવાને બદલે કુત્તા કહીને બોલાવ્યો.ક્રોધિત વ્યકિતએ આ બાબતે લડવાનું શરૂ કર્યું હતું.

ઘટના ગુરૂગ્રામના જયોતિ પાર્કની છે. એક વ્યકિતએ પાડોશી સુધીર તે કૂતરાની આક્રમકતાથી નારાજ હતો. સુધીર એ માણસને સલાહ આપી કે તેના કૂતરાને સાંકળથી બાંધી કાથે. મુદ્દો એ હતો કે સાંકળ બાંધવા અંગે વ્યકિતને ખરાબ લાગ્યું નહીં, તેના બદલે સુધિરે ટોમીને કૂતરો કહેતો હતો, જે સાંભળીને તેનો માલિક ગુસ્સે ભરાયો હતો. સુધીર કહે છે કે તેણે તે વ્યકિતને કૂતરો બાંધી રાખવા કહ્યું હતું કારણ કે તેનો કૂતરો બાળકોને કરડવા માટે દોડતો હતો.

કુતરાને તેના નામ ટોમીથી સંબોધિત કરવાને બદલે કુતરો કહેતા તેમની વચ્ચે માથાકૂટ થઈ. ઝઘડો એટલો વધી ગયો કે બે પરિવાર વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ. કુતરાના માલિકે સુધીરના પરિવાર પર લાકડી અને લોખંડના રોડથી હુમલો કર્યો. આ સમગ્ર ઘટનામાં નજીકમાં ઈન્સ્ટોલ કરેલા એક સીસીટીવીમાં રેકોર્ડ થઈ. સુધીરના પરિવારના છ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. સુધીરે ગુરૂગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)