Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ખાનગી હોસ્પીટલો પર આવકવેરાની ચાંપતી નજર

રોકડમાં પેમેન્ટ લેનાર હોસ્પીટલો પર નજર રાખવા આદેશ

નવી દિલ્હી તા. ૧૧ : નાણા મંત્રાલયે આવકવેરા અધિકારીઓને એવી ખાનગી હોસ્પીટલો, નર્સીંગ હોમ પર નજર રાખવા કહ્યું છે. જયાં પેમેન્ટ રોકડમાં લઇને કોરોનાની સારવાર કરાય છે. આ પગલાનો ઉદ્દેશ કરચોરી રોકવાનો છે. મંત્રાલયે કર અધિકારીઓને કહ્યું છે કે બિનહિસાબી રોકડ મળે તો સંબંધિત હોસ્પીટલોને ભારે દંડ કરવામાં આવે અને તેમની વિરૂદ્ધ ધનશોધન નિરોધક અધિનિયમ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવે.

મંત્રાલયે ખાનગી હોસ્પીટલો દ્વારા રોકડમાં પેમેન્ટ લઇને તેને વહીખાતાઓમાં ન ચડાવવા પર ચિંતા વ્યકત કરી હતી. ત્યાર પછી અધિકારીએ કહ્યું કે અમારી જાણમાં એવા ઘણા કેસો આવ્યા છે. જેમાં ખાનગી હોસ્પીટલો દર્દીઓના પરિજનો પાસેથી ભારે રકમ રોકડમાં માંગે અને તેને બહુ ઓછી રકમનું બિલ આપ્યું દર્દીના પરિવારજનોએ યોગ્ય સારવાર ન મળવાના કારણે તેને બીજી હોસ્પિટલમાં લઇ જવાની કોશિષ કરી તો તેઓ હોસ્પીટલ પાસેથી તે રકમનો દાવો ન કરી શકયા.

જાણવા મળ્યું છે કે મંત્રાલયે કેન્દ્રીય પ્રત્યક કર બોર્ડ (સ્ીબીડીટી) ને કહ્યું છે કે પહેલા તબકકામાં આવી ર૦ ટકા હોસ્પીટલોની ઓળખ કરવામાં આવે જેના પર અઘોષિત રોકડ રકમ લેવાની શંકા હોય અઘોષિત રોકડ રકમ લીધી છે અને તે અંગે તેમનો જવાબ પણ લેવામાં આવે.

આવકવેરા વિભાગને એ પણ કહેવાયું છેકે તે દરેક ખાનગી હોસ્પીટલને કર વિભાગને સંપૂર્ણ ખુલાસો કરવાનું કહે જેમાં જણાવવામાં આવે કે તેમને જમા કરાવાઇ છે.તેની સંપૂર્ણ માહિતી હોસ્પીટલ પાસેથી માંગવામાં આવે જો કોઇ હોસ્પીટલ અવાર નવાર ઉલ્લંઘન કરતી જણાય તો તેની કરાયે કાર્યવાહી કરવામાં આવે.

(10:55 am IST)