Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વિશ્વના સૌથી અમીર દેશમાં લોકોને ખાવાના ફાફાઃ સવારે ૫ વાગ્‍યાથી લાંબી લાઇનો

સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં કોરોનાનાં ૩૦,૩૦૫થી વધારે કેસ સામે આવી ચુક્‍યા છે, અત્‍યાર સુધી ૧૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચુક્‍યા છે

નવી દિલ્‍હી, તા.૧૧: કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વના અનેક દેશોની સ્‍થિતી ખરાબ છે. સૌથી અમીર દેશોમાં રહેલી સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં પણ ફ્રી ભોજન માટે લોકો લાઇનમાં ઉભેલા દેખાયા. જિનેવામાં શનિવારે એક હજારથી વધારે લોકોએ અહીં લાઇનમાં ઉભા રહીને ભોજન કરવાનો વારો આવ્‍યો. સ્‍વિત્‍ઝરલેન્‍ડમાં કોરોનાનાં ૩૦,૩૦૫થી વધારે કેસ સામે આવી ચુક્‍યા છે. અત્‍યાર સુધી ૧૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચુક્‍યા છે. સ્‍વિત્‍ઝરલેન્‍ડની વસ્‍તી માત્ર ૮૬ લાખ છે.

કોરોનાની અસર થઇ કે જિનિવામાં લોકો એક કિલોમીટર લાંબી લાઇનમાં લાગીને શનિવારે ભોજનનાં પેકેટ લેતા જોવા મળ્‍યા. તેના માટે લોકો સવારે ૫ વાગ્‍યાથી જ લાઇનમાં ઉભા રહી ગયા હતા. નિકારગુઆથી આવીને જિનિવામાં રહેનારા ઇન્‍ગ્રિડ બરલાએ કહ્યું કે, મહીના અંતમાં મારા પેકેટ ખાલી થઇ જાય છે. અમે બિલ, ઇંશ્‍યોરન્‍સ અને અન્‍ય વસ્‍તુઓનાં પૈસા આપવાનાં હોય છે. આ દ્યણુ સારુ છે કે, અમને એક અઠવાડીયા માટે ભોજન મળ્‍યું. આવતા અઠવાડીયાની ખબર નથી.

૨૦૧૮ના એક રિપોર્ટ અનુસાર ૮૬ લાખની વસ્‍તી વાળા દેશમાં માત્ર ૬.૬ લાખ લોકો ગરીબ હતા. ખાસ કરીને સિંગલ પેરેન્‍ટ્‍સ અને ઓછુ ભણેલા ગણેલા લોકોને નોકરી મેળવવામાં મુશ્‍કેલી થાય છે. સ્‍વિસ બેંક યુબીએસની ગણત્રી અનુસાર ત્રણ લોકોનાં પરિવારમાં રહેવાની તુલનાએ જિનિવા વિશ્વનું બીજુ સૌથી મોંદ્યુ શહેર છે.  જો કે શહેરમાં રહેતા લોકોની સરેરાશ આવક સારી છે. પરંતુ મુશ્‍કેલીમાં ફસાયેલા લોકોને મદદ નથી મળતી.

(10:16 am IST)