Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુરોપનો વિડિઓ નિહાળી મધ્યપ્રદેશના એન્જિનિયરે બનાવ્યા 3D સ્પીડ બ્રેકર:દુર્ઘટનાઓ પર અંકુશ મેળવવા બનશે વિકલ્પ

ખારગોન:મધ્યપ્રદેશના એક યુવા એન્જિયનિયરે યુરોપના રોડ પર બનેલા થ્રીડી સ્પીડ બ્રેકરનો વીડિયો જોઈ શહેરના રોડ પર તેને પેઈન્ટ કરી દીધાછે  આર્ટિટેક્ચરના સિદ્ધાંતોને અનુરૂપ બનાવવા આવેલા થ્રીડી સ્પીડ બ્રેકર ખૂબ ઓછા સમયમાં, ઓછા ખર્ચે તૈયાર થનારા તથા દુર્ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

   બુધવારે બપોરે એન્જિનિયર દીપક યાદવે શહેરના ગાયત્રી મંદિર વિસ્તાર પ્રકારના સ્પીડ બ્રેકર બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું. તેમણે કહ્યું કે, થ્રી ડી સ્પીડ બ્રેકર એક નવાચાર છે જે નગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા માટે બહુ સારો વિકલ્પ છે. શહેરમાં જ્યાં-જ્યાં ઝિબ્રા ક્રૉસિંગ છે, અમે તેને થ્રી ડી સ્પીડ બ્રેકરમાં ફેરવી શકીએ છીએ. ઝિબ્રા ક્રૉસિંગની સાથે-સાથે સ્પીડ બ્રેકરનું કામ પણ કરશે.

  શહેરના ગોકુલધામ કૉલોનીમાં રહેનારા દીપક યાદવ ઈંદૌરની પ્રાઈવેટ કૉલેજમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે 3D સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કૉલેજ કેમ્પસમાંથી કરી હતી. ત્યારબાદ નગર નિગમ ઈંદૌરે પણ યાદવ પાસેથી કેટલીક જગ્યાએ થ્રી ડી સ્પીડ બ્રેકર બનાવડાવ્યા છે.

   યાદવે જણાવ્યું કે, તેમણે 9 મેની રાત્રે 2 વાગ્યે 3D સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કરી હતી. આશરે ત્રણ કલાકની મેહનત બાદ તેને તૈયાર કરવામાં આવ્યા. આને બનાવવામાં 1 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, ફાયબર, ધાતુ અને ડામરથી બનનારા સ્પીડ બ્રેકરના નિર્માણમાં આશરે 20 હજાર રુપિયાનો ખર્ચો આવે છે.

   યાદવે જણાવ્યું કે, ડામર અથવા અન્ય સામગ્રીથી બનનારા સ્પીડ બ્રેકર બનાવવામાં વધારે સમય, ખર્ચ અને મટિરિયલ વપરાય છે. તેને રોડના નિર્માણ સમયે બનાવવા શક્ય છે, ઉપરાંત ઘણીવાર સ્પીડ બ્રેકરના કારણ વાહનોને નુકસાન અને અકસ્માતો થવાની શક્યતા છે. બીજી તરફ 3D સ્પીડ બ્રેકર સમતલ સપાટી પર બનાવવામાં આવેલી ઊભરેલી રચનાનો ભ્રમ પેદા કરે છે, જેનાથી વાહન ચાલક રોકવવા પર મજબૂર થઈ જશે.

3D સ્પીડ બ્રેકરના ફાયદા :

–  25 ફૂટના અંતરેથી વાહન ચાલક સ્પીડ બ્રેકર દેખાશે.

સ્પીડ બ્રેકર્સના કારણે વાહન ચલાવતી વખતે આવનારા ઝાટકાથી મુક્તિ મળશે.

આકર્ષક દેખાશે શહેરના રોડ

સ્પીડ બ્રેકરના કારણે થનારા અકસ્માતો પર અંકુશ લાગશે

વાહનોને પણ સ્પીડ બ્રેકરના કારણે નુકસાન નહીં પહોંચે.

(1:25 am IST)