Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુએસ એરપોર્ટ પર આ મહાનુભાવને કહ્યું 'પાઘડી ઉતારો' ઓળખ જાહેર થતા જ અધિકારીઓએ માફી માંગવી પડી

મેટલ ડિટેક્ટર પરથી સમસ્યા વગર પસાર થવા છતાં ડેટ્રોઈટ એરપોર્ટ પર પાઘડી ઉતારવાનું કહેવાયુ

      ટોરેન્ટો:યુએસના એક એરપોર્ટ પર એક વીવીઆઇપીને સુરક્ષા તપાસ માટે પાઘડી ઉતારવાનું કહેવાયું હતું જોકે બાદમાં મહાનુભાવની ઓળખ જાહેર થતા અમેરિકાના ટોચના અધિકારીઓએ માફી માંગવી પડી હતી કેનેડાના સિખ મંત્રીને મેટલ ડિટેક્ટર પરથી કોઈ પણ સમસ્યા વગર પસાર થવા છતાં ડેટ્રોઈટ એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું હતું મામલે વિવાદ વકરતા અમેરિકાના ટોચના અધિકારીઓએ માફી માંગવી પડીહતી કેનેડાના નવોન્મેષ, વિજ્ઞાન તથા આર્થિક વિકાસ મંત્રી નવદીપ બેંસે ફ્રાંસીસી ભાષાના એક સમાચાર પત્ર 'લા પ્રેસ'ને આપેલ એક ઈન્ટરવ્યુમાં ઘટનાની જાણકારી આપી હતી

  ઘટના એપ્રિલ 2017માં બની હતી. ત્યારે નવદીપ બેંસ મિશિગનના નેતાઓ સાથે બેઠક પતાવીને ટોરેન્ટો પાછા ફરી રહ્યાં હતાં. નવદીપે જણાવ્યું કે ડેટ્રોઈટ મેટ્રો એરપોર્ટ પર તપાસ મશીનમાં કોઈ સમસ્યા હતી જેના કારણે તેમને ગેટથી પાછા બોલાવવામાં આવ્યાં. સુરક્ષા તપાસ સુધી પાછા લઈ જવાયા અને ત્યાં તેમને પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું હતું .

    તેમણે જણાવ્યું કે જ્યારે તપાસ અધિકારીઓને માલુમ પડ્યું કે તેઓ કોણ છે તો તેમને પાઘડી ઉતાર્યા વગર જવા દીધા. મંત્રીએ તેની ફરિયાદ કેનેડાના વિદેશ મંત્રીને કરી અને તેમણે તેની ફરિયાદ અમેરિકી અધિકારીઓને કરી. નવદીપે જણાવ્યું કે અમેરિકી અધિકારીઓએ ખેદ વ્યક્ત કર્યો અને માફી માંગી જેને મંત્રીએ સ્વીકારી લીધી. અમેરિકાએ વર્ષ 2007માં પોતાના યાત્રાનીતિમાં ફેરફાર કર્યો હતો. ત્યારબાદથી સિખ સુરક્ષા તપાસ દરમિયાન પાઘડી પહેરી રાખી શકે છે.

   બીજી બાજુ અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત ટાઈમ્સ સ્ક્વેર પર ગત 7 એપ્રિલના રોજ હજારોની સંખ્યામાં પાઘડીધારી લોકો ભેગા થયા હતાં. સિખ સમુદાય તરફથી પાઘડી દિવસનું આયોજન થયું હતું. અવસરે અહીં ભેગા થયેલા લોકોમાં વિભિન્ન જાતિના, ધર્મો અને દેશોના લોકો સામેલ હતાં. સિખોની આન બાન અને શાનના પ્રતિક સમા પાઘડી પ્રતિ તેમની આસ્થાને વધારવા માટે અને લોકોમાં પોશાક પ્રતિ ભ્રમ દૂર કરવાના હેતુથી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

   સિખ ઓફ ન્યૂયોર્ક નામના સંગઠનના સ્વયંસેવકો અહીં આવનારા લોકોના માથા પર પાઘડી બાંધીને સિખો માટે તેના મહત્વને ગણાવી રહ્યાં હતાં. તેઓ સિખ ધર્મ પ્રતિ અમેરિકામાં લોકોની ગેરસમજ દૂર કરવાની કોશિશ કરી રહ્યાં હતાં.

    સંગઠનના આયોજકોમાં સામેલ ગગનદીપ સિંહે જણાવ્યું હતું કે કાર્યક્રમનો હેતુ લોકોને વાત જણાવવાનો હતો કે પાઘડીઘારી લોકો સિખ છે. અમે લોકોને બતાવતા હતાં કે સિખ પાઘડી કેમ બાંધે છે. પાઘડીનું શું મહત્વ છે. તેનાથી તમને જવાબદારીનું ભાન રહે છે.જો  કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય તો પાઘડીધારીએ તેની મદદ કરવાની હોય છે

(11:58 pm IST)