Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

હવે શ્રીરામુલુને ગેરલાયક જાહેર કરવા કોંગીની માંગ

ચૂંટણી પંચ સમક્ષ માંગ કરાઈ

બેંગ્લોર, તા. ૧૧ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે આક્ષેપબાજીનો દોર હજુ પણ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ હવે ભાજપના શ્રીરામુલુને ગેરલાયક જાહેર કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી દીધી છે. વોટર આઈડી કાર્ડ વિવાદને લઇને ભાજપ અને કોંગ્રેસ સામ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરીને ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુને ગેરલાયક જાહેર કરવા માંગ કરી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રચારનો ગઇકાલે અંત આવ્યો હતો. દલિતો સામે અત્યાચારથી લઇને દેશની વિદેશ નીતિના સંદર્ભમાં મોદી સરકાર ઉપર રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા. સાથે સાથે કર્ણાટકમાં સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ રાહુલે વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, બિનલોકશાહી હેતુથી ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કર્ણાટક પોલીસે કહ્યું છે કે, રાજ્યમાં ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી ચૂંટણી પંચ સંપૂર્ણપણે સંતુષ્ટ છે.

(7:53 pm IST)