Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બજારમાં તેજી : સેંસેક્સમાં વધુ ૨૮૯ પોઇન્ટનો સુધાર

કર્ણાટક ચૂંટણીના એક દિવસ પહેલા તીવ્ર તેજી : એશિયન પેઇન્ટ્સના શેરમાં ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો વચ્ચે રેકોર્ડ ઉછાળો : કર્ણાટક ચૂંટણી પર નજર

મુંબઇ,તા. ૧૧ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઉછળીને ૩૫૫૩૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૦૭ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમા ંતેજી માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાઈ રહ્યા છે. દક્ષિણના ખુબ મહત્વપૂર્ણ રાજ્ય ગણાતા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે. શેરબજારમાં આને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પરિણામ ૧૫મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો એશિયન પેઇન્ટ્સમાં મજબૂત માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ વચ્ચે તેજી રહી હતી. શેરમાં તેજીના લીધે કારોબારી ખુશ દેખાયા હતા. ફોર્ટિંઝ હેલ્થકેરના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ અર્થતંત્રને લઇને આંકડાઓ જારી કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં કન્ઝ્યુમર ચીજવસ્તુઓની કિંમતો એપ્રિલ મહિનામાં અપેક્ષા કરતા ઓછી ઝડપથી વધી છે. બીજી બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તબક્કાવારરીતે વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. એશિયન શેરબજારમાં બજારોની અસર જોવા મળી હતી. માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામ મજબૂત દેખાઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સમાં આજે રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૭૩ પોઇન્ટ ઘટીને ૩૫૨૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૭૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો. આવતીકાલે ૧૨મી મેના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જ્યારે પરિણામ ૧૫મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત સરકાર એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા પણ જારી કરશે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૨૮ ટકા રહ્યો હતો. આની સાથે જ સતત ત્રીજા મહિનામાં ૧૭ મહિનાની ઉંચી સપાટીએ રિટેલ ફુગાવો રહ્યો હતો. બેંક ઓફ ઇંગ્લેન્ડની બેઠક ૧૦મી મેના દિવસે યોજાઈ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરને લઇને સાવધાનીથી આગળ વધી શકે છે.  શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે તેજી રહી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દબાણ અનુભવ કરવામાં આવી રહ્યો છે. ઇરાન ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પદ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેની સીધી અસર ગ્લોબલ ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર થશે.

તેજીની સાથે સાથે.......

*    શેરબજારમાં ફરી એકવાર તેજીનું મોજુ

*    કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કારોબારીઓમાં નવો ઉત્સાહ

*    બીએસઈ સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઉછળીને ૩૫૫૩૬ની સપાટી પર રહ્યો

*    નિફ્ટી ૯૦ પોઇન્ટ ઉછળી ૧૦૮૦૭ની સપાટીએ

*    એશિયન પેઇન્ટ્સના શેરમાં મજબૂત ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ રેકોર્ડ ઉછાળો રહ્યો

*    બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો એશિયન પેઇન્ટ્સમાં જોવા મળ્યો

*    ફોર્ટિઝ હેલ્થકેરના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો

*    અમેરિકી બજારમાં તેજીની અસર એશિયન શેરબજારમાં પણ જોવા મળી

(7:53 pm IST)