Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

એસિડ હુમલાની પીડિતાને ૭ લાખની સહાય : સુપ્રિમની મંજૂરી

દુષ્કર્મ પીડિતાને પાંચ લાખ અપાશે

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે નિર્ભયા ફંડ સ્કીમ મામલે પીડિતાઓની મદદ માટે આપવામાં આવતી આર્થિક સહાયને મંજૂરી આપી દીધી છે. આ ચૂકાદા બાદ દુષ્કર્મ પીડિતાઓને ઓછામાં ઓછા પાંચ લાખ અને એસિડ અટેક પીડિતાઓને સાત લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે કેન્દ્ર તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ ચૂકાદાનું એક સપ્તાહમાં પાલન કરે.

૨૦૧૨માં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસ બાદ કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી નિર્ભયાને સમર્પિત એક ફંડની સ્થાપના કરી હતી, મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયના એક રિપોર્ટ પ્રમાણે આ યોજનાને ૨૩૪૮.૮૫ કરોડ રૂપિયના ૧૬ પ્રસ્તાવ મળ્યા હતા, જેમાં ૨૦.૪૭.૮૫ કરોડના ૧૫ પ્રસ્તાવોનું મુલ્યાંકન કરી તેની ભલામણ કરવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે આ ફંડ હેઠળ મહિલા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ વોલેન્ટિંયર પણ બોલાવવામાં આવશે જે પોલીસ અને લોકો વચ્ચે સાંકળનું કામ કરી પીડિત મહિલાઓની મદદ કરશે.

(4:30 pm IST)