Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કર્ણાટકની ચૂંટણી-પરિણામની રાહમાં શેરબજાર રેન્જ બાઉન્ડ મુવમેન્ટઃ ઇન્ડેક્ષ વધુ ૧પ૮ સુધર્યો

નીફટી પ૩ પોઇન્ટ સુધરી ૧૦૭૭૦: નીચલા મથાળેથી મેટલ શેરોમાં ભારે ઉછાળા

મુબઇ તા. ૧૧ :.. શેરબજારમાં આજે વીકના છેલ્લા દિવસે તેજી રહી છે. કારોબારની શરૂઆત થયા બાદ સેન્સેકસ બપોરે રાા વાગ્યે ૧પ૮, પોઇન્ટ સુધીરને ૩પ૪૦ર ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જયારે નીફટી ૧૦૭૭૦ ની સપાટી પર રહ્યો હતો. જે પ૩ પોઇન્ટનો સુધારો દેખાતો હતો. આજે દિવસ દરમિયાન શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના છે.

દરમિયાન આગેવાન બ્રોકરોએ ઉમેર્યુ હતું કે કર્ણાટકની કાલે ચૂંટણી અને બાદમાં પરિણામની રાહ ઉપર શેરબજારની ખાસ વોચ છે, માર્કેટમાં રેન્જ બાઉન્ડ મુવમેની છે, આજે નીચલા મથાળેથી ટાટા સ્ટીલ સહિતની મેટલ શેરોમાં ભારે ઉછાળા હતાં.

(4:21 pm IST)