Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

વોલમાર્ટ - ફિલપકાર્ટ ડીલ અટકી શકે છે : આ શખ્સના લીધે વધ્યું ટેન્શન

મુંબઇ તા. ૧૧ : વોલમાર્ટ અને ફિલપકાર્ટ ડીલમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. ફિલપકાર્ટમાં મોટું રોકાણ કરનાર સોફટબેંક હવે પોતાનો હિસ્સો વેચવા તૈયાર નથી. સોફટબેંકના માસાયોશી સન સતત પોતાના નિર્ણય બદલી રહ્યાં છે. સોફટબેંક હાલ હિસાબ લગાવવામાં વ્યસ્ત છે કે ફિલપકાર્ટમાં રોકાણના એક વર્ષની અંદર કેટલી આવક કરશે, આગળ વાંચો કેમ પોતાનો હિસ્સો વેચવા નથી ઇચ્છતી સોફટબેંક.

ભારતમાં કોઇ શેર ખરીદ્યાને ૧૨ મહિનામાં વેચવા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેંસ ટેકસ લાગુ પડે છે, સોફટ બેંકને લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ફિલપકાર્ટના વેલ્યૂએશનમાં વધારો થઇ શકે છે, ઉલ્લેખનીય છે કે બુધવારે થયેલી ડીલમાં આગલા ૧૦ દિવસમાં નિર્ણય લેવામાં આવી શકે છે. માસાયોશી ભારત પર મોટો દાવ લગાવી રહ્યાં છે અને તેમનું માનવું છે કે ફિલપકાર્ટની વેલ્યૂ આવનારા દિવસોમાં મોટો ઉછાળો જોવા મળીશકે છે.

સોફટબેંર વિઝન ફંડે ઓગસ્ટ ૨૦૧૭માં ફિલપકાર્ટમાં અઢી અરબ ડોલરનું રોકાણ કર્યું હતું. જો કંપની આ રોકાણને રોકડમાં કન્વર્ટ કરે તો સોફટબેંકને ૪ અરબ ડોલર મળી શકે છે, ફિલપકાર્ટ અને વોલમાર્ટના પ્રવકતા દ્વારા હાલ કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સોફટબેંક હાલના રોકાણકારો પાસેથી વધુ શેર ખરીદવા અંગે વિચારી રહ્યું છે. સોફટબેંકના અધિકારી વોલમાર્ટના સીઇઓ ડોગ મેકમિલનના સતત સંપર્કમાં છે, ફિલપકાર્ટમાં હવે મિન્ત્રા અને જબોંગ જેવી કંપનીઓ સામેલ છે, ભારતમાં તેની ઇ-કોમર્સ બજારમાં ૩૯.૧ ટકા રોકાણ છે.

તો ફિલપકાર્ટનું પ્રતિસ્પર્ધી અમેઝોનનું ભારતીય બજારમાં રોકાણ ૩૧.૧ ટકાછે. અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે બુધવારે ફિલપકાર્ટમાં ૭૭ ટકા રોકાણ ૧૬ અરબ ડોલરમાં ખરીદી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રકમની જાહેરાત ડીલમાં સોફટબેંકની ભાગીદારીને વેચવાની કિંમત પણ સામેલ છે.

(4:19 pm IST)