Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ત્રિપુરા સીએમનું ફરી એક વિવાદિત નિવેદન, ટાગોરે અંગ્રેજોને પરત કર્યો હતો નોબલ

નવી દિલ્હી, તા.૧૧: ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબનું ફરી એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી બિપ્લવ દેબએ રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૭મી જયંતી પર કહ્યું કે ટાગોરે અંગ્રેજોના વિરોધમાં પોતાનો નોબલ પુરસ્કાર પરત કરી દીધો હતો.

જણાવીએ કે રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૧૯માં જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં તત્કાલીન વાયસરોય લોર્ડ ચેમ્સફોર્ડને નાઇટડુડનું સન્માન પરત કર્યું હતું પરંતુ તેમણે સ્વિડીશ એકેડમી દ્વારા અપાયેલ નોબલ પુરસ્કારને કયારેય પરત નથી કર્યો. ત્રિપુરાના સીએમ બન્યાં પછી બિપ્લવ દેબ સતત ચર્ચા અને વિવાદોમાં છે.

મિસ વર્લ્ડ ડાયના પર પણ વિવાદિત નિવેદનત્રિપુરા સીએમ બિપ્લવ દેબે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, 'જેને પણ ઇન્ટરનેશનલ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો તેઓ જીતીને આવ્યાં. સતત પાંચ વર્ષ સુધી આપણે મિસ વર્લ્ડ/યુનિવર્સનો તાજ જીત્યાં. ડાયના હેડન પણ જીતી ગઇ. શું તમને લાગે છે કે તે જીતવી જોઇતી હતી?'

પાંચ હજાર વર્ષ પહેલા પણ હતું ઇન્ટરનેટ દેબે એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે ૫૦૦૦ વર્ષ પહેલા મહાભારત કાળમાં ઇન્ટરનેટ અને સેટેલાઇટ હતાં. બિપ્લવ દેબનો તર્ક છે કે જો ઇન્ટરનેટ ન હોત તો ધૃતરાષ્ટ્રને સંજય યુદ્ઘનું વર્ણન કઇ રીતે કરી શકતાં.

(4:03 pm IST)