Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રાજસ્થાનની ચુંટણી સચીન પાયલોટની આગેવાનીમાં લડશે કોંગ્રેસઃ સી.પી. જોષી

 જયપુરઃ રાજસ્થાનમાં યોજાનારી આગામી ધારાસભ્યની ચુંટણીઓમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગેની અટકળોનો ધીમે-ધીમે અંત આવી રહયો છે. ટોક ખાતે કોંગ્રેસના સંમ્મેલનમાં ભાગ લેવા આવેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સી.પી. જોષીએ જણાવેલ કે ચાર વર્ષથી રાજસ્થાનની જનતા માટે સચીન પાયલોટ હકકની લડાઇ લડી રહયા છે. તેમની આગેવાનીમાં જ કોંગ્રેસ રાજસ્થાનની ચુંટણી લડનાર છે. આગામી ચુંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા  ટોક ખાતે આયોજીત મહાસંમેલનમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહેલ.

(3:57 pm IST)