Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પાકિસ્તાનને ચૂંક ઉપડી : ઝીણા વિવાદમાં ચંચૂપાતઃ ભારતમાં મુસ્લિમો પ્રત્યે અસહિષ્ણુતા !!

ઇસ્લામાબાદ તા. ૧૧ : ભારતમાં જોવા મળતી AMU તસવીર વિવાદની ચિંતા પાકિસ્તાને કરી છે. અને આ મુદ્દે ચંચુપાત કરતાં પાકિસ્તાને કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસ્વીરનો વિવાદ દેખાડે છે કે ભારતમાં મુસ્લિમો અને પાકિસ્તાનને લઈને અસહિષ્ણુતા અને પૂર્વાગ્રહ વધી રહ્યો છે. હાલમાં જ AMUમાં ઝીણાની તસ્વીર હટાવવાના લઈને હિંદુ સંગઠનો અને વિદ્યાર્થી સંઘમાં વિવાદ જોવા મળ્યો હતો.

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવકતા ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે, AMUમાં લાઈફટાઈમ મેમ્બર્સની તસ્વીર લગાવવાની પરંપરા છે. ત્યાં ઝીણાની તસ્વીર તો ૧૯૩૮થી લગાવવામાં આવેલી છે.'  'ઝીણાની તસ્વીર હટાવવાની માગ એક સાંસદે કરી, જે દેખાડે છે કે ભારતમાં મુસ્લિમો અને પાકિસ્તાનને લઈને અસહિષ્ણુતા અને પૂર્વગ્રહ વધી રહ્યો છે. જે ભારતીયો માટે ઘણો જ ખતરનાક છે.

સમગ્ર મામલો દેખાડે છે કે ભારતીય સમાજમાં કટ્ટરતા વધી રહી છે. જે સત્તામાં છે, તેઓ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે.' 'તો પાકિસ્તાનમાં જોઈએ તો સ્થિતિ ઊલટી છે. ઈસ્લામાબાદ મ્યૂઝિયમમાં ગાંધીની તસ્વીર હજુ સુધી લાગેલી છે.'

(3:55 pm IST)