Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મથુરામાં આંધી અને તોફાનઃ અનેક શહેરમાં હાઈએલર્ટ

મથુરા તા. ૧૧ : હવામાન ખાતાએ ઉત્ત્।ર પ્રદેશમાં આંધી અને તોફાનની જે આગાહી કરીને ચેતવણી આપી હતી તેની શરૂઆત થઈ ગઈ છે. મથુરામાં આંધી અને તોફાન ફૂંકાવવાનું શરૂ થઈ ગયું છે તેની તીવ્રતા ૧૬૭.૦૨ છે. સત્તાવાળાઓએ આગ્રાથી ઈટાવા સુધીનાં તમામ ગામ અને શહેરને એલર્ટ રહેવા સૂચના જાહેર કરી છે.

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ સાથે જોડાયેલા તમામ વિસ્તારો સહિત ગોંડા, બસ્તી અને ગોરખપુર ઝોનને પણ હાઈએલર્ટ પર રહેવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં આંધી અને તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે રાત સુધીમાં ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લા તોફાનની ચપેટમાં આવી શકે છે.

આંધી – તોફાનને કારણે પ્રશાસને રાજયમાં કેટલાય સ્થળે શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. આગ્રામાં પણ નગર નિગમ, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તો ધો. ૧થી લઈને હાઈસ્કૂલ સુધીનાં બાળકોને શાળામાંથી રજા આપવાના આદેશ જારી કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજે જ ઉત્તરીય રાજય – જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં આંધી તોફાનની ચેતવણી જારી કરી હતી. વિભાગ દ્વારા જારી કરાયેલ એક સત્ત્।ાવાર નિવેદન અનુસાર આ રાજયમાં તેજ હવાઓ સાથે આંધી આવવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

તેના કારણે હરિયાણાથી ચંડીગઢ અને દિલ્હીનાં કેટલાંક સ્થળોએ ધૂળ સાથે આંધી ફૂંકાવાની શકયતા છે. તેની અસર પૂર્વીય અને પૂર્વોત્તર રાજયોમાં પણ જોવા મળશે.ઙ્ગ હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં જણાવ્યું હતું કે ૧૧ મે સુધી આ રાજયો પણ તોફાનની ચપેટમાં આવી શકે છે.

રાજસ્થાનમાં પણ ધૂળ સાથે આંધી અને તોફાન તેમજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

(3:54 pm IST)