Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બોલો લ્યો... દિકરાનું નામ પાડવા માટે દંપતિ બાખડયું: મામલો હાઇકોર્ટમાં: આખરે હાઇકોર્ટે નામકરણવિધી કરવી પડી..!!

નવી દિલ્હી તા. ૧૧: એક અલગ પ્રકારના જ કેસમાં દંપતિના ઝઘડા વચ્ચે કેરલ હાઇકોર્ટે આ દંપતિના નાના બાળકની નામકરણવિધી કરવી પડી હતી.

કોર્ટે સુપર રસ્તો કાઢયો. બાળકનું પહેલું નામ માની પસંદગીનું રખાયું, અને બીજું પિતાની પસંદગીનું રાખ્યું. હવે બાળકનું નામ જોનસચિન રહેશે.

આ સાથે નગરપાલિકાને પણ આદેશ કર્યો છે કે, બે અઠવાડિયાની અંદર બાળકનું જન્મ પ્રમાણપત્ર જાહેર કરી દયે.

(3:45 pm IST)