Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં રોયલ બંગાળ ટાઇગર અને માદા સફેદ ટાઇગરના થયાં લગ્નઃ લોકો ઊમટ્યા

નવીદિલ્હી, તા.૧૧: દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં રોયલ બંગાળ ટાઇગર અને એક માદા સફેદ ટાઇગરને પરણાવી દેવાયા હહે પ્રાણી સંગ્રહાલયનાં ડિરેકટર રેણુ સિંહે કહ્યું છે કે, બે દિવસ પહેલાં એક પ્રાઇવેટ દ્યરમાં બંનેનું મિલન કરાવાયું હતું અમે જોવા માગતાં હતાં કે, આ બંને વચ્ચે કોઈ કેમિસ્ટ્રી જામે છે કે બંને લડતાં જ રહે છે? જોકે તેઓ એકબીજાને સૂંદ્યતાં જ જોવા મળ્યાં હતાં, આથી તેમનાં લગ્ન કરાવી દેવાયાં.

   એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલ મુજબ, જયારે લોકો આ ટાઇગરને જોવા આવ્યા તો ત્યાંના ગાર્ડે તેમને જણાવ્યું કે, તેમનાં લગ્ન કરાવી દેવાયાં છે. આ વાત પ્રસરતાં જ લોકોની ભીડ ઊમટવા લાગી હતી.

    નર રોયલ બંગાળ ટાઇગરની ઉંમર પાંચ વર્ષ છે. તેને મૈસૂરના પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવ્યો છે. તેનું નામ કરણ છે. જયારે માદા સફેદ વાદ્યની ઉંમર ત્રણ વર્ષ છે. તેનો 2015‚ જન્મ થયો હોવાને કારણે તેનું નામ નિર્ભયા રાખવામાં આવ્યું હતું. નિર્ભયાનો જન્મ વિજય અને કલ્પના નામનાં વાદ્યોથી થયો હતો. વિજયે 2014‚ એક વ્યકિતને મારી નાખ્યો હતો.

      ડિરેકટર રેણુ સિંહના જણાવ્યા મુજબ આ પહેલાં 1991‚ રોયલ બંગાળ ટાઇગર સુંદર અને વ્હાઇટ ટાઇગર શાંતિનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. રેણુ સિંહે કહ્યું છે કે, જો માદા વાદ્ય ગર્ભવતી થાય તો સપ્ટેમ્બર સુધીમાં બચ્ચાને જન્મ આપી દે છે.

     મંગળવારે છ વાર અને સોમવારે નવ વાર બંનેએ સંબંધ બાંધ્યા હતા. દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં સાત સફેદ વાદ્ય છે, પાંચ માદા અને 2 નર છે. જયારે પાંચ રોયલ બંગાળ ટાઇગર છે.(૨૨.૪)

(12:02 pm IST)