Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

વ્હોટ્સએપ પાસે તમારી કઇ અંગત માહિતીઓ છે?: આવી રીતે જાણો

 નવી દિલ્હીઃ હાલમાં જ સોશ્યલ મીડીયામાં '' ફેસબુક'' દ્વારા પોતાના યુઝર્સની માહિતી લીક કરતા ભારે વિવાદ  સર્જાયેલ. આવી જ રીતે ફેસબુકનો અંકુશ ધરાવતી વ્હોટ્સએપ દ્વારા પણ પોતાના કરોડો યુઝર્સની અંગત માહિતીઓ

 

સ્ટોર કરે છે. પણ હવે યુઝર્સ  વ્હોટ્સએપ ઉપર રહેલી પોતાની અંગત માહિતીઓ કઇ છે તે જાણી  શકશે.

  વ્હોટ્સએપ ઉપર રહેલી પોતાની અંગત માહિતીઓ યુઝર્સ પોતે ડાઉનલોડ કરી શકશે. યુરોપીયન જનરલ ડાટા પ્રોટે્કશન રેગ્યુલેશન (જીડીપીઆર) એ નવા નિયમ બનાવ્યા છે. જે મુજબ હવે કોઇપણ  વ્હોટ્સએપ યુઝર એપથી પોતાનો અંગત ડેટા  મેળવી શકશે ઉપરાંત આ માહિતીઓ પોતાના મોબાઇલથી બીજી એપમાં પણ ટ્રાન્સફર કરી શકશે.

પોતાની અંગત માહિતી મેળવવા યુઝરે સૌપ્રથમ  વ્હોટ્સએપના સેટીંગમાં જવાનું રહેશે. ત્યારબાદ '' એકાઉન્ટ'' ઓપ્શન કલીક કરવાનું રહેશે. જે બાદ રિકવેસ્ટ એકાઉન્ટ ઇન્ફો કલીક કરી રીકવેસ્ટ રીપોર્ટ કલીક કરાયા બાદ મોબાઇલની સ્ક્રીન ઉપર  તમારુ આવેદન મોકલાય ગયાનો મેસેજ આવશે. યુઝરને રીપોર્ટ દેવા માટે ત્રણ દિવસનો રીપોર્ટ ત્રણ દિવસનો સમય  વ્હોટ્સએપ દ્વારા માંગવામાં આવે છે. જો કે મોટાભાગના યુઝરને પોતાની અંગત માહિતીનો  રીપોર્ટ થોડાજ કલાકોમાં મળી જાય છે એ યુઝરનું આવેદન કોઇપણ કારણોસર કેન્સલ થઇ જાયતો તે ફરી આવેદન પણ કરી શકે છે. રીપોર્ટની માહિતી  વ્હોટ્સએપ નોટીફીકેશન દ્વારા આપવામાં આવે છે.

 ત્યારબાદ યુઝરને એ માહિતી મળી જશે કે તે કેટલા સમયમાં પોતાનો ડાટા ડાઉનલોડ કરી શકશે. જો યુઝર નિયત સમયની અંદર ડાટા ડાઉનલોડ ન કરે તો ત્યારબાદ આ ડાટા ડીલીટ પણ કરી દેવામાં આવશે.(૪૦.૨)

 

(11:59 am IST)