Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રમજાનથી અમરનાથયાત્રા સુધી ત્રાસવાદીઓ સામે એકતરફી શસ્ત્રવિરામની વાત ભાજપે ફગાવી દિધીઃ રાજનાથ મંત્રણા કરશે

જમ્મુ તા. ૧૧ : જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના એકમે મેના મધ્યમાં શરૂ થતાં રમજાનથી લઇને ઓગસ્ટમાં અમરનાથયાત્રા પૂરી થાય ત્યાં સુધી ત્રાસવાદીઓ સામે એકપક્ષી શસ્ત્રવિરામ કરવાની મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતીની માગણીને નકારી હતી. દરમિયાન, કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે હું આ મુદ્દે મહેબૂબાની સાથે મંત્રણા કરીશ.

નેશનલ કોન્ફરન્સના કાર્યવાહક પ્રમુખ ઓમર અબદુલ્લાએ પણ મહેબૂબાની ટીકા કરતા જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની સાથે તેમની યુતિ સરકારનો સાથી પક્ષ - ભાજપ સહમત નહિ થતો હોવા છતાં તેઓ બેશરમ થઇને સત્તા પર ટકી રહેવા માગે છે.

જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પક્ષના એકમે જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામે શ સ્ત્રવિરામ કરવાનું પગલું રાષ્ટ્રીય હિતમાં નથી. તેણે જણાવ્યું હતું કે લશ્કરની કાર્યવાહીને લીધે ત્રાસવાદીઓનો જુસ્સો પડી ભાંગ્યો છે અને જો હવે એકપક્ષી શસ્ત્રવિરામ રખાશે તો તેઓ પરનું દબાણ હળવું થશે અને તેઓમાં ફરી શકિતનો સંચાર થશે.

(2:05 pm IST)