Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ફિલપકાર્ટ સાથે ડીલ બાદ વોલમાર્ટની મહત્વની જાહેરાત : પ વર્ષમાં ભારતમાં પ૦ સ્ટોર્સ ખોલાશે

દેશના ૭ રાજયો ઉપર હવે ફોકસ : હાલ દેશમાં ર૧ સ્ટોર્સ કાર્યરત

નવી દિલ્હી, તા. ૧૧ : અમેરીકી કંપની વોલમાર્ટ ૧ લાખ કરોડ રૂપિયામાં ફિલપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ખરીદી લીધા બાદ બીજી મહત્વની જાહેરાત કરી છે કે, જથ્થાબંધ કેશ એન્ડ ડેરી બીઝનેશનો ગ્રોથ ચાલુ રાખશે અને આગામી ૪થી પ મહીનામાં પ૦ નવા સ્ટોર ભારતમાં ખોલશે.

વોલમાર્ટ ઇન્ડીયાના પ્રેસીડન્ટ અને સીઇઓ રૂષઅય્યરે જણાવ્યું હતું કે હાલ ભારતમાં અમારી પાસે ર૧ સ્ટોર્સ છે અને આગામી ૪ થી પ વર્ષમાં પ૦ સ્ટોર ખોલશે.

તેમણે જણાવેલ કે હવે અમારૂ લક્ષ્ય પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગોના ઉપર છે.

(11:54 am IST)