Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રામદેવજીને રાહતઃ આત્મકથારૂપ પુસ્તક ઉપર હાઈકોર્ટે સ્ટે કાયમ કર્યો

નવી દિલ્હીઃ લેખિકા-પત્રકાર પ્રિયંકા પાઠક નારાયણે લખેલ અને જુલાઈ-૨૦૧૭માં પ્રકાશિત થયેલ 'ગોડમેન ટુ ટાઈકૂન' પુસ્તકના વેચાણ ઉપર અદાલતે લાદેલ પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે માન્ય રાખી નથી અને સ્ટે આપ્યો છે. એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટે બાબા રામદેવજીની આત્મકથારૂપ મનાતા આ પુસ્તક ઉપરનો મનાઈ હુકમ ઉઠાવી લેતા હાઈકોર્ટમાં મામલો ગયેલ. બાબા રામદેવે કહેલ કે આ પુસ્તકમાં વાંધાજનક સામગ્રી છે.

હાઈકોર્ટે મૌખિક રીતે કહેલ કે નીચલી અદાલતે આપેલ મનાઈ હુકમ ચાલુ રાખેલ છે અને વિસ્તૃત હુકમ હવે પછી આપશે.અત્રે એ યાદ અપાવી એ કે બાબા રામદેવના જીવન ઉપર ગુજરાતના સુપ્રસિદ્ધ પત્રકાર-સાહિત્યકાર શ્રી ઉદય મહુરેકર સત્તાવાર આત્મકથા લખી રહ્યા છે જે સંભવતઃ ૨૦૧૯માં પ્રસિદ્ધ થશે.

(11:53 am IST)